ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી..! બે કેસ નોંધાયા

વડોદરા -સુરતમાંથી સામે આવ્યા ડેલ્ટા પ્લસના કેસ, બંન્ને દર્દીઓ સાજા પણ થઇ ગયા

કોરોનાની સેકેન્ડ વેવના અંતના આરે છે, જો કે એક્સપર્ટના મત મુજબ થર્ડ વેવ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં દસ્તક આપી શકે છે. આ સ્થિતિમાં કોરોનાના ન્યુ વેરિયન્ટ ડેલ્ટા પ્લસે પણ ચિંતામાં વઘારો કર્યો છે. દુનિયામાં અનેક દેશોમાં  કોવિડનો ન્યુ વેરિયન્ટ ડેલ્ટા પ્લસ ફેલાઇ ચૂક્યો છે.
ભારતમાં પણ પંજાબ તમિલાનાડુ, મહારાષ્ટ્રા કેરળ, મધ્યપ્રદેશમા કોરોના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ નોંધાયા છે. ત્યારે હવે ગુજરાતમાં પણ બે કેસ સામે આવ્યો છે. જો કે રાહતના વાત એ છે કે બન્ને દર્દીઓ સાજા થઇ ગયા છે.

ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસના બે કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે. હાલ બન્ને દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.

 સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં 20 કેસ સામે આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 7, પંજાબ-ગુજરાતમાં 2-2, કેરળમાં ત્રણ, આંધ્રપ્રદેશમાં એક, તમિલનાડુમાં 9, ઓરિસ્સા, રાજસ્થાન,જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં એક-એક કેસ સામે આવ્યા છે.

આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં  યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે.  તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા.  જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.

વાયરસ કઇ રીતે સ્વરૂપ બદલે છે?

વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.

 56 ,  1