પર્યાવરણઃ પોરબંદરથી પાનીપત સુધી 1400 કિમી લાંબી બનશે ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’

કેન્દ્ર સરકાર દેશમાં પર્યાવરણ અને સંરક્ષણ અને લીલોતરી વિસ્તારને વધારવા માટે 1,400 કિલોમીટર લાંબી ગ્રીન વોલ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધીના લીલોતરી વિસ્તાર મુજબ ગુજરાતથી લઇને દિલ્હી-હરિયાણા સુધી ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’ને વિકસિત કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકામાં આવેલ ગ્રેટ ગ્રીન વોલ ઓફ સહારની જેમ ભારતમાં ગુજરાતથી નવી દિલ્હી સુધી 1400 કિમી લાંબી જ્યારે 5 કિમી પહોળી ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’ બનાવાનું સરકાર વિચારી રહી છે. આફ્રિકામાં ક્લાઇમેન્ટ ચેન્જ અને રેગીસ્તાનને રોકવા માટે લીલોતરી વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો છે.

જો કે આ વિચાર તો હાલ પ્રાથમિક તબક્કામાં છે, પરંતુ ઘણા મંત્રાલયોના અધિકારીઓ તેને લઇને ઉત્સાહિત છે. જો આ પ્રોજેક્ટ પર મહોર લાગી જશે તો ભારતમાં વધતાં પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં આ એક ઉદાહરણ સમાન હશે. પોરબંદરથી લઇને પાણીપત સુધી બનનારા આ ગ્રીન બોલ્ટથી ઘટી રહેલા વન ક્ષેત્રમાં વધારો થશે.

 1,117 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી