સલમાનભાઇ, નવરાત્રિનું મસ્ત અપમાન કરવા બદલ અભિનંદન, અમે તો એવા જ છીએ….!

માફ કરજો પણ લાગે છે કે હિન્દુ સંગઠનોના બાવડામાં ઉધઇ લાગી ગઇ છે….!!

તનિષ્ક પાસેથી માફીપત્ર લખાવનારાઓ નવરાત્રિના ઘોર અપમાનને કેમ પચાવી ગયા…?

નવરાત્રિની રાત્રિ એટલે ઐયાશી, રાસગરબાના દાંડિયા એટલે “દંડી” અને પાજામામાં મોજ-આવુ લખાયું નવરાત્રિ માટે…!

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

આપણાં લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષોથી નવરાત્રિ કરે છે. આ વર્ષે પણ નવે નવ દિન ઉપવાસ. તેમના ઉપવાસની નોંધ લેવાય તે સ્વાભાવિક છે. પણ હિન્દુ ધર્મના પવિત્ર અને શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિનું ઘોર અપમાન થાય તો…? તેની નોંધ પણ લેવાવવી જોઇએ કે નહીં…?

બંબઇયા બોલીવુડમાં ઇરોઝનાઉ નામની કોઇ કંપનીએ માઇક્રો બ્લોગિંગ સોશ્યલ મિડિયા ટ્વીટરમાં નવરાત્રિનું ઘોર અપમાન થાય તેમ દ્વિઅર્થી શબ્દો લખીને અનસોશ્યલ કામ કર્યું. ઇરાદો સાફ હતો, સાફ એટલે પવિત્ર નહીં પણ સ્પષ્ટ. વિવાદ જગાવવો, પ્રસિધ્ધ લઇ લેવી વિરોધ થાય એટલે પછી હળવેથી ડિલિટ કરી નાંખવું… તેવા બદઇરાદા સાથે ટ્વીટર પર 3 ફોટા દ્વિઅર્થી લખાણ સાથે મૂક્યા,. એકમાં કોઇ અભિનેત્રી અંગ પ્રદર્શન સાથે નવરાત્રિમાં પોતાની સાથે રાત્રિ પસાર કરવાનું કહે છે, બીજામાં સલમાનખાન ડાંડિયારાસ માટે ઉપયોગમાં લેવાતા દાંડિયાને દંડી ગણાવીને પોતાના શરીરના અવયવ સાથે સરખામણી કરે છે અને ત્રીજી તસ્વીરમાં રામલીલા વાળો પેલો દિપિકાનો વર રણવીર પોતાના પાજામામાં મજા…ની વાત કરે છે…!

આમ તો કોરોના કાળમાં નવલી નવરાત્રિ રંગેચંગે અને ઝાકમઝોળ વગર પૂરી થઇ. પણ શું નવરાત્રિ કોઇની સાથે રાત પસાર કરવા માટે છે…? રાસગરબામાં ઉપયોગમાં લેવાતા ડાંડિયાની સરખામણી શરીરના ચોક્કસ અવયવની સાથે કરવી યોગ્ય છે…? અને પાજામા એટલે પાયજામો કે લેંઘામાં મજાનો અર્થ શું થાય ભલા..?

બિભત્સ અને અશ્લિલ રીતે નવરાત્રિનો સંદર્ભ આપીને નવરાત્રિ જાણે કે ખરાબ કામ અને ઐયાશી માટે હોય તેવું કદરૂપુ ચિત્રણ કરીને ટ્વીટર પર મૂકવામાં આવે છે, પણ તનિષ્ક કંપનીને માફી મંગાવનારા બહાદુર નરબંકાઓ અને શમશેરસિંહો ઇરોઝનાઉની સામે પડ્યા નથી. કોઇ હિન્દુ સંગઠને નવરાત્રિના અપમાન બદલ ઇરોઝનાઉની ઓફિસમાં જઇને માફી મંગાવી નથી કે શિવજીનો કોઇ કેસરીયો ત્રિશૂળ બતાવ્યા નથી….

હિન્દુ ધર્મ અને હિન્દુ તહેવારો તથા હિન્દુ પરંપરા જાણે કે કોઇના માટે મજાકનું કે હાંસીને પાત્ર બની ગયું હોય તેમ કોઇને લાગે તો નવાઇ નહીં. સૌથી વધુ તો એ છે કે ટ્વીટર પર ટ્રોલ થયા બાદ ઇરોઝનાઉ કંપનીએ અગાઉથી નક્કી કરાયેલી પટકથા પ્રમાણે માફી માંગી અને ટ્વીટ ડિલિટ કરી નાંખ્યાં. જાણે કે કશુ બન્યુ ના હોય તેમ.ખાયાપિયા અને વાર્તા જાણે કે પૂરી થઇ ગઇ. બસ.. સલમાનભાઇને અભિનંદન આપીએ કે તમે મસ્ત રીતે નવરાત્રિનું ઘોર અપમાન કર્યું અને કોઇએ તમારા ઘરની સામે ચૂં કે ચાં પણ ના કરી…

હિન્દુઓ માટે નવલી નવરાત્રિ માતાજીની આરાધના માટે છે. નવરાત્રિ શબ્દમાં “રાત્રિ” શબ્દનો ઉપયોગ ઐયાશી માટે કરવો કેટલો ઉચિત છે…? દાંડિયાને પોતાની “દાંડી” સાથે સરખામણી કરનાર સલમાનનો કેટલા હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો…? સલમાનખાનને આ દેશમાં ઠેસઠપકો આપનાર કોઇ માઇનોલાલ છે કે નહીં…? સલમાનખાન પોતાના ધર્મની સાથે છેડછાડ થવા દે છે…? ફ્રાન્સમાં કોઇએ કાર્ટુન બતાવ્યું તો એમનું મથુ કાપી નાંખવામાં આવ્યું. કામરસ સમાન બિગબોસ કાર્યક્રમના માધ્યમથી સલમાન અને કાર્યક્રના આયોજકો દેશના યુવાનોને અવળા માર્ગે લઇ જવાનું કામ નથી કરી રહ્યા..,?

એમ જણાય છે કે હવે હિન્દુ સંગઠનો હવા ખા રૂખ દેખકર નાવ ચલાને કી તરહ દેશમાં જેમનું રાજ છે તેમને કોઇ મુશ્કેલી ના પડે એટલે કેસ-કિસ્સો અને વ્યક્તિ જોઇને વિરોધ કરતાં લાગે છે. ટાટા કંપનીની તનિષ્ક જવેલરીની જાહેરાત લવ જેહાદને ભડકાવનારી છે એમ કહીને તેના શોરૂમમાં ધસી જવુ અને જાહેરમાં માફીનો પત્ર મૂકાવ્યો. પણ નવરાત્રિનું ઘોર અપમાન થાય અને તેમાં સલમાન, રણવીર જેવા હોય તો પૂછડી દબાવીને બેસી જવાનું…..? હિન્દુ તારા વહેતા નહીં પણ વળતા પાણી….એમ જો કોઇ નવરાત્રિના ઉપાસક કહે તો યોગ્ય જ કહેવાય. હિન્દુધર્મના રક્ષણની જવાબદારી માથે લઇને ફરનારાઓ, માટે એટલું જ કે-જાગો મોહન પ્યારે…જાગો….રામમંદિર બની ગયુ એટલે હિન્દુત્વની રક્ષા પૂરી થઇ ગઇ એમ હવે મોટા ભાગના માનતા લાગે છે.

નવાઇ તો એ લાગે છે કે તનિષ્કની જાહેરખબરના મામલે ફટાફટ નિકળનારા નવરાત્રિના અપમાન મામલે ઇરોઝનાઉનો વિરોધ કરવા કેમ ઢીલા પડ્યા…? સામે સલમાન છે એટલે કે પછી વિરોધ માટે કોઇ સુચના ના મળી….?!

શોલેનો ડાયલોગ યાદ કરો- તો ફિર ઠાકૂરસાબ ઇન લોગોને હમ પર હમલા ક્યોં કિયા…? ઠાકૂર જય-વિરૂને કહે છેઃ મૈં દેખના ચાહતા થા કી અબ ભી તુમ્હારે બાજુઓમેં વોહી તાકાત ઔર જોશ હૈ કી નહીં જો મૈંને મૈલગાડીમેં ડાકુઓ સાથ લડતે દેખા થા, યા ફિર વક્ત કે દિમકને તુમ્હારે બાજુઓ કો ખોખલા તો નહીં કર દિયા…!! માફ કરજો પણ લાગે છે કે હિન્દુ સંગઠનોના બાવડામાં ઉધઇ લાગી ગઇ છે….!!

દિનેશ રાજપૂત

 268 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર