એશા દેઓલ બની બીજીવાર માતા, જાણો દીકરીનું નામ શું રાખ્યું

એક્ટર ધર્મેન્દ્ર તથા હેમા માલિની ફરી એકવાર નાના-નાની બન્યા છે. એશા દેઓલ તથા ભરત તખ્તાની બીજીવાર માતા-પિતા બન્યા છે. એશા દેઓલે 10 જૂનના રોજ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. એશા દેઓલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ માહિતી આપતા ખુશી વ્યક્ત કરી હતી તેમજ એશાએ ઈન્સ્ટાગ્રામમાં દીકરીના નામનો પણ ખુલાસો કર્યો હતો. તેણે દીકરીનું નામ મિરાયા રાખ્યું છે. એશાએ લખ્યું હતું, પ્રેમ તથા આશીર્વાદ માટે તમામનો આભાર.

આ વર્ષે જાન્યુઆરીમાં એશાએ ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શૅર કરીને સેકન્ડ પ્રેગ્નન્સીનો ખુલાસો કર્યો હતો. તસવીરમાં એશાની દીકરી રાધ્યા સોફા પર બેઠી છે અને લખ્યું હતું, ‘મારું પ્રમોશન થઈ રહ્યું છે. હું મોટી બહેન બનવાની છું’

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી