ઈશા ગુપ્તા વિરુદ્ધ એક બિઝનેસમેને દાખલ કરાવ્યો માનહાની કેસ

બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે અને તે પોતાના બોલ્ડ ફોટોસણા કારણે ચર્ચામાં પણ રહે છે. હાલમાં તે નવાં વિવાદમાં ફસાતી નજર આવી રહી છે. ઇશા ગુપ્તા વિરુદ્ધ એક વ્યક્તિએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

ગત દિવસોમાં ઇશાએ દિલ્હીનાં એક બિઝનેસમેન પર સેક્સુઅલ હેરેસ્મેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ બિઝનેસમેને ઇશા પર માનહાનિનો કેસ કર્યો છે. એક ન્યૂઝ એજન્સીની રિપોર્ટનું માનીયે તો આ વ્યક્તિએ એડવોકેટ વિકાસ પાહવાની મદદથી ઇન્ડિયન પેનલ કોડની કલમ 499 અને 500 હેઠળ નવી દિલ્હીનાં સાકેત કોર્ટમાં આ મામલે કેસ દાખલ કર્યો છે.

આ વ્યક્તિ દિલ્હીનો એક બિઝનેસમેન છે જેની માંગણી છે કે ઇશાએ કાયદા હેઠળ સજા મળવી જોઇએ. અને તેને માનહાનિની ઉચિત રકમ પણ મળવી જોઇએ. કોર્ટે આ યાચિકા પર ધ્યાન આપતા આ કેસની સુનાવણી 28 ઓગષ્ટે કરવાનું નક્કી કર્યુ છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી