September 21, 2020
September 21, 2020

30 હજાર રૂપિયા સુધીના પગારદારો માટે મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત!

 30,000 રૂપિયા સુધીના પગારદારોને પણ ESICનો ફાયદો મળશે.

મોદી સરકાર હવે નોકરીયાત વર્ગના લોકો માટે મહત્વની જાહેરાત કરશે. મોદી સરકારે ESICના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી છે. ટૂંક સમયમાં 21,000 રૂપિયાથી વધુ પગાર ધરાવતા લોકોને પણ ESICનો ફાયદો મળી શકશે. કોરોના સંકટમાં શક્ય એટલા વધુ વર્કર્સને રાહત આપવા માટે ESICના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે. તે મુજબ મેડિકલ અને આર્થિક મદદના નિયમ બદલવામાં આવશે. તેના માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, 21,000થી વધુ પગાર હોવા છતાંય સુવિધાઓ મળશે. સૂત્રોએ જણાવ્યું કે, 30,000 રૂપિયા સુધીના પગારદારોને પણ ESICનો ફાયદો મળશે.

 સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલયે  ESICનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને આપ્યો છે. તેના પ્રસ્તાવને કહેવામાં આવ્યું છે કે, જે કામદારોનો મહિનાનો પગાર 30,000 રૂપિયા છે, તેને પણ ESICના મેડિકલ અને કેશ બેનિફિટનો ફાયદો મળી શકે. 

હાલમાં તે લોકો ESICની યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે, જેનો મહિનાનો પગાર 21000 રૂપિયા છે. તેના પગારમાંથી એક ભાગ કપાયને દર મહિને ESICને જાય છે, જેથી તેને મેડિકલ લાભ મળી શકે. આવા કર્મચારીઓને ઇંશ્યોર્ડ પર્સન કહે છે. તે પોતાના પગારના .75 ટકા અને કંપનીના 3.25 ટકા ESICમા જમા કરે છે. તેની અવેજમાં ESICની તરફથી તેને મેડિકલ વીમા કવરેજ તથા કેશ બેનિફિટ આપવામાં આવે છે. 

 150 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર