કેશોદ: શું દુર્ધટનાની રાહ જોઇ રહી છે પાણીની જર્જરીત ટાંકી ?

કેશોદ તાલુકાનાં અજાબ ગામે ગ્રામ પંચાયત હસ્તકની પાણી સપ્લાય માટે બનાવવામાં આવેલી પાણીની ટાંકીનું કામ નબળું થયું હોવાથી અતિ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.

અજાબ ગામે ગ્રામ પંચાયત હસ્તકની પાણી સપ્લાય માટે બનાવવામાં આવેલી છે. પરંતુ આ પાણીની ટાંકીનું કામ જે તે વખતે નબળું થયું હોવાને કારણે ટુંકા સમયગાળામાં ટાંકી માંથી પોપડા પડવા તેમજ પાણી લીંક થવું અને સ્લેબનાં સળિયાઓં પણ બહાર દેખાઇ આવ્યા છે.ગમે તે વખતે પાણીની ટાંકી પડી જાયને મોટી દુર્ધટના સર્જાય તેવી તંત્ર રાહ જોતું હોય તેવું ગામ લોકો જણાવી રહ્યા છે.

પાણીની ટાંકીની બાજુમાં ૧૦૦ વારનાં મકાનો ઘરાવતા ગરીબ પરિવાર રહે છે અને ટાંકામાંથી મહિલાઓ અને બાળકો પાણી ભરતા હોય છે.ટાંકા ઉપરથી અનેક વાર પોપડા પડે અને કોઈ જાન હાની થાય તો જવાબદારી કોની ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. તંત્ર ઘટતું કરી આ ટાંકાને નોન યુઝ જાહેર કરી ત્યાંથી કોઈને અસર ન થાય તે રીતે હટાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.

(પ્રતિનિધિ – અનિરુધસિંહ બાબરીયા કેશોદ)

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી