રાજા બાબુ, નામદાર બાબુ અને હવે ‘એક્સ્પાયરી બાબુ’

પશ્ચિમ બંગાળના સિલિગુડી ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરતી વેળા પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી ઉપર આકરાં પ્રહારો કર્યા હતા. મોદીએ મમતાને સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા જેને પગલે મમતા ભડક્યા હતા અને મોદીને એક્સ્પાયરી બાબુ ગણાવ્યા હતા. સાથે દાવો કર્યો હતો કે મોદીનો સમય હવે પુરો થઇ ગયો છે. એટલું જ નહીં, મમતાએ વડાપ્રધાનને જાહેરમાં મંચ પર કે ટીવી પર તેમની સાથે ચર્ચા કરવાનો પડકાર ફેક્યો હતો.

વધુમાં મમતાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અમારી સરકારે અનેક કામો કર્યા છે, મોદી લોકોને ગેરમાર્ગે દોરવા માટે જુઠાણા ફેલાવે છે. મોદી સરકારના શાસનમાં દેશમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી, આ સરકારે ખેડૂતોના હીત માટે કોઇ જ મહત્વપૂર્ણ કામગીરી નથી કરી.

તૃણમુલ સરકારે રાજ્યના વિકાસ માટે દરેક મહત્વપૂર્ણ પ્રયાસો કર્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે ખેડૂતો પ્રત્યે પણ નિરાશા દેખાડી છે.

 106 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી