ઇથોપીયા વિમાન દુર્ધટના : પ્લેન ક્રેશ પહેલા શિખાએ પતિને કર્યો હતો કંઇક આવો મેસેજ

ઇથોપીયા વિમાન દુર્ઘટનામાં મૃતકોમાં ભારતના ચાર નાગરિક તેમજ UNDP સલાહકાર શીખા ગર્ગના આજથી લગભગ ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા. શિખાના પતિની તે છેલ્લા મેસેજને જોઇ આંખો ભરાઇ ગઇ જે તેમની પત્નીએ ફ્લાઇટ લેન્ડ થતા પહેલા તેમને કર્યો હતો.

શિખાએ પોતાના પતિ સૌમ્ય ભટાચાર્યને સવારે 10 વાગે મેસેજ કર્યો હતો. મે ફ્લાઇટમાં બોડિંગ કરી લીધું છે. ફ્લાઇટ લેન્ડ થતા જ હું તને ફોન કરીશ. 10.15 એ સૌમ્યએ રિપ્લાય કરતો જ હતો કે તેમને ફોન આવ્યો અને શીખાના પ્લેન ક્રેશ અંગેના સમાચાર મળ્યા.

આ સમાચાર મળતા જ સૌમ્યની આંખો સામે અંધારૂ છવાઇ ગયું. પર્યાવરણ મંત્રાલય સાથે જોડાયેલ 32 વર્ષીય શિખાએ છ વર્ષ કરતા વધારે સમય સતત વિકાસ પર કામ કરેલ છે. UNEPમાં પોતાની સાથે કામ કરનાર એક સહકર્મી સાથે ગત વર્ષે ડિસેમ્બરમાં તેના લગ્ન થયા હતા.

શીખાને બે વર્ષ કરતા પણ વધુ સમયથી જાણનાર ઋષિ કૌશિકના જણાવ્યા અનુસાર તે મંત્રાલયના આંતરરાષ્ટ્રીય સહયોગ વિભાગનું અભિન્ન અંગ હતી. એન્વારનમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસરના જણાવ્યા અનુસાર શિખા સતત વિકાસ લક્ષ્ય સાથે જોડાયેલ વિષયો જોઇ રહી હતી. અને તે UNEA ના વાર્ષિક સંમેલનમાં શામેલ થવા જઇ રહી છે.

UNEA ની હેડ ઓફિસ નૈરોબીમાં છે. ફ્લાઇટમાં સવાર આઠ સદસ્યો તેમજ 149 મુસાફરોમાંથી કોઇ પણ જીવીત રહ્યું નથી.

 71 ,  3