કોરોનામાંથી સાજા થયા બાદ પણ વાયરસ પીછો છોડતું નથી, પોસ્ટ ઇફેક્ટ જોવા મળી

ડોક્ટર સુનિલકુમાર શર્માએ 46 દર્દીઓને સાજા કર્યા

કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોર માઇકોસીસ બીમારીના શિકાર થયા હતા. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે. જેનું સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે.

ફંગલ ઇન્ફેકસનમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે. જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે. નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે. જેને કોતરી ખાય છે. નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે. આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે. 

રાજસ્થાન હોસ્પિટલના ડોક્ટર સુનિલકુમાર શર્માએ આ અંગોનું તબીબી સંધોધન કર્યા બાદ કહ્યું કે, તેમણે આ 46 જેટલા દર્દીઓ તપાસ્યા જેઓ મ્યુકોર માઇકોસીસના લક્ષણો ધરાવતા હતા. જેને પોસ્ટ કોવિડ ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે કે કોરોનામાંથી સાજા થયા બાદ કેટલાક દર્દીઓમાં આ ઘાતક લક્ષણો જોવા મળ્યા હતા. જો તાકિદે ઇલાજ કરવામાં ન આવે તો ગંભીર અસરો થવાની શક્યતા જોવા મળે છે.

તેમણે પોતાનું આ સંશોઘ રિપોર્ટ, હોસ્પિટલ સત્તાવાળાઓ અને આરોગ્ય વિભાગને આપ્યો છે. જેથી તેના આધારે વધુ સંશોધન થઇ શકે. આમ કોરોના થયા બાદ પણ કેટલાક લોકોને તેણી સાઇડ ઇફેક્ટ અથવા તો પોસ્ટ ઇફેક્ટથી પિડાવુ પડ્યું હતું.

 288 ,  1