લોકસભાની ચૂંટણીમાં 5 કરોડ લઈને પણ ટિકિટ ન આપી..

તેજસ્વી યાદવ અને મિસા ભારતી સહિત કુલ છ વિરુદ્ધ ગંભીર આક્ષેપ લાગ્યા

2019ની પૈસા લઇને ટિકિટ નહીં આપવાના આરોપોમાં પટનાની સીજેએમ કોર્ટે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મીસા ભારતી સહિત છ લોકોની સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે.

માહિતી અનુસાર, કોર્ટે તેજસ્વી અને મીસા, બિહાર કોંગ્રેસ પ્રમુખ મદન મોહન ઝા, પ્રદેશ પ્રવક્તા રાજેશ રાઠોડ અને શુભાનંદ મુકેશ અને અન્ય એક સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. જોકે, શનિવારે મોડી રાત સુધી પોલીસ કોર્ટના આદેશની પ્રાપ્તિ ન થવાને કારણે FIR નોંધી શકી નથી.

પાંચ કરોડ લઈને ટિકિટ ન આપવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા અને એડવોકેટ સંજીવકુમાર સિંહે કર્યો છે. તેણે 18 ઓગસ્ટના રોજ પટનાની સીજેએમ કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ભાગલપુરથી લોકસભાની ટિકિટ આપવા માટે તમામ આરોપીઓએ તેમની પાસેથી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. 15 જાન્યુઆરી, 2019 ના રોજ, તેણે આ પૈસા આપ્યા, તે પછી પણ તેને ટિકિટ આપવામાં આવી ન હતી. આ પછી તેમને ખાતરી આપવામાં આવી હતી કે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે, પરંતુ તે પણ મળી ન હતી.

સંજીવ કુમાર સિંહે આરોપ લગાવ્યો કે ટિકિટ ન મળવા બદલ તેજસ્વી યાદવનો સંપર્ક કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપો સાંભળ્યા બાદ CJM વિજય કિશોર સિંહે તમામ સામે FIR નો આદેશ આપ્યો હતો. પટના એસએસપીએ કહ્યું કે અત્યાર સુધી પોલીસને આવો આદેશ મળ્યો નથી. ઓર્ડર મળતાં જ તેનું પાલન કરવામાં આવશે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી