ઉડતા ગુજરાત: પ્રતિબંધ છતાં મોટા પ્રમાણમાં વેચાય છે દારૂ, ખુદ સરકારનો સ્વીકાર

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે દેશને આઝાદી અપાવનારા ગાંધીજીના જીવનમૂલ્યોને ધ્યાનમાં રાખીને રાજ્યમાં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી. જોકે, આ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય એવું સરકારના પોતાના આંકડા બોલી રહ્યા છે.

ગુજરાત વિધાનસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું છે કે, રાજ્યમાં દરરોજ રૂ.35 લાખનો દારૂ પકડાય છે. રાજ્યમાં દરરોજ દેશી દારૂના 181 અને વિદેશી દારૂના 41 સહિત 222 કેસ નોંધાયા છે. આમ દર કલાકે દારૂના 9 કેસ નોંધાય રહ્યા છે.

આ અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કરેલા સવાલના જવાબમાં ખુલાસો થયો છે. રાજ્યના મુખ્યમંત્રી(ગૃહ)એ ગૃહમાં લેખિતમાં આપેલા જવાબ મુજબ, રાજ્યમાં બે વર્ષમાં 1 લાખ 32 હજાર 415 દેશી દારૂના અને 29,989 વિદેશી દારૂના કેસ નોંધાયા છે. આ કેસમાં 1105 આરોપીઓ છ માસ કરતા વધુ સમયથી અને 762 આરોપી એક વર્ષ કરતા વધુ સમયથી ઝડપાયા નથી.

જિલ્લા પ્રમાણે આંકડાની વાત કરીએ તો સૌથી વધારે દેશી દારૂ વેચાણના કેસોમાં સુરતમાં 13661 કેસો સાથે સુરત મોખરે રહ્યું છે. એટલું જ નહીં વિદેશી દારૂ વેચાણના કેસોમાં પણ સુરત 6028 કેસો સાથે ગુજરાતમાં મોખરે છે. અમદાવાદમાં 10978 કેસો, ભરૂચમાં 10676 કેસો, પંચમહાલમાં 6900 કેસો નોંધાયા છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી