370 દૂર થયા પછી કાશ્મીરી વહુઓ લાવવાની વાતો કરનારા તિરંગો ના ફરકાવી શકે…?

370 હટાવ્યાં પછી પણ ભાજપને લાલચોકમાં તિરંગો લહેરાવતા રોકવામાં આવે…? આ તે કેવું કાશ્મીર છે…?

મુ.મ. જોષીએ પણ લાલચોકમાં તિરંગો લહેરાવવાનો પ્રયાસ કર્યો હતો..

ભારતવિરોધી ચીનની મદદ માંગનારા કાશ્મીરી નેતાઓ હજુ જેલની બહાર કેમ છે..?

હાથરસના કવરેજ માટે પત્રકાર સામે દેશદ્રોહનો ગુનો લાગે તો મેહબુબા-અબદુલ્લા અપનેવાલે હૈ ક્યા..?

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

5, ઓગસ્ટ 2019 પહેલાં જમ્મુ-કાશ્મીરમાં બેઝંડા હતા, બે બંધારણ હતા અને કાશ્મીરી નેતાઓ ભારતથી દીર રહેવા તિરંગો ફરકાવતા નહોતા અને શ્રીનગરના લાલચોકમાં જે કોઇ તિરંગો લહેરાવવાનો પ્રયાસ કરે તો તેની ધરપકડ થતી હતી. ભાજપના મુરલીમનહર જોષીએ લાલચોકમાં ઝંડો ફરકાવવા એકતા યાત્રા યોજી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે લાલચોકમાં તિરંગો લહેરાયો કે ના લહેરાયો અને કાર્યક્રમ પૂરો થયો.

કાશ્મીર હવે આપણું છે એમ 5, ઓગસ્ટ પછી ભાજપના નેતાઓ અને ભારતવાસીઓ કહેવા લાગ્યા. હવે યુપી બિહારને બદલે કાશ્મીરમાંથી વહુઓ લાવીશું એમ પણ કેટલાક વધુ પડતા ઉત્સાહી નેતાઓએ બફાટ કર્યો હતો. 5, ઓગસ્ટ 2019 પછી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં તેનો અલગ ઝંડો નહીં પણ તિરંગો ઝંડો ફરકાવાયો. અલગ બંધારણ સમાપ્ત અને ભારતના તમામ કાયદાઓ ત્યાં લાગૂ થયા. તેમ છતાં પીડીપીના નેતા મેહબુબાએ હવે હું કાશ્મીરનો જ ઝંડો ફરકાવીશ એમ કહ્યું એટલે તેમની સાથે અગાઉ સરકારમાં બેસનારા ભાજપને ખોટુ લાગ્યું અને એ જ લાલચોકમાં તિરંગો લહેરાવવા ભાજપના કાર્યકરો નિકળ્યા ત્યારે તેમને અટકાવવામાં આવ્યાં….!!

અરે ભાઇ, કશ્મીર મેં તિરંગા લાલચોક મેં નહીં ફરકેંગા તો કહાં લહેરાયેંગા….!? 370 હટ્યા બાદ પણ ભાજપને કે કોઇને પણ લાલચોકમાં તિંરંગો ફરકાવવા દેવામાં ના આવે તો ભારતે શું સમજવું…? શું 370 હટાવ્યાં બાદ પણ કાશ્મીર ભારતની સાથે નથી….? ભારતની વિરૂધ્ધ બોલનારાઓને રોકનાર કોઇ નથી કે શું…? હાથરસમાં રિપોર્ટિંગ માટે જનાર પત્રકારને દેશદ્રોહનો ગુનો લાગૂ પડે તો ભારતના તિંરંગાનું ઘોર અપમાન કરવા બદલ કાશ્મીરના એ નેતાઓ કેદની બહાર કેમ છે…?

કહેવત છે ને કે કૂતરાની પૂછડી વાંકી તે વાંકી જ..એવુ જ કંઇક કાશ્મીરના રાજકિય નેતાઓ હાલમાં જેલમાંથી છૂટ્યા બાદ કહી રહ્યાં છે અને કરી રહ્યાં છે.. 5,ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે કાશ્મીરના રાજકિય નેતાઓમાં મુખ્ય એવા પીડીપીના મહેબુબા મુફ્તી, પીસી પક્ષના ફારૂક અબદુલ્લા, ઓમર અબ્દુલ્લા વગેરેએ તેનો વિરોધ કરીને કાશ્મીરીઓને ભારત સરકારની વિરૂધ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરતાં તે તમાને નજરકેદમાં બંધ કરી દેવાયા ત્યારથી ખીણ પ્રદેશમાં રાજકિય શાંતિ હતી. 14 મહિના બાદ પીડીપીના મેહબુબાને મુક્ત કરાતા જ તેમણે ગુપકર બેઠકના નામે રાજકિય નેતાઓને એકત્ર કરી ભારતની સામે બાંયો ચઢાવી છે અને આ નેતાઓએ ચીનની મદદથી તેઓ ફરીથી કલમ 370 લાગૂ કરશે એવી જાહેરાતો કરી છે. તેમનું આ વલણ ચીન દ્વારા ગલવાન પ્રદેશમાં હત્યા કરાયેલા 20 સૈનિકોની શહાદતનું ઘોર અપમાન નથી તો બીજુ શું છે..?

ફારૂખ જેવા નેતાઓ ચીનને મળે પછી તો ભારતને ગુમાવવાનો જ વારો આવી શકે. ભારત સરકારે ફારૂખના એ નિવેદન કે ચીન સાથે મળીને કલમ 370નો ફરીથી અમલ કરાવાશે…ને ગંભીરતાથી લઇને તેમની સામે કાયદાકિય પગલા ભરવા પડશે. અન્યથા આજે ફારૂખ તો કાલે મેહબુબા અને પછી કશ્મીર કી હસીન વાદીયોં મેં સે…ભારતવિરોધી અવાજ બુલંદ નહીં બને તેની કોઇ ખાતરી નથી.

કહેતા ભી દિવાના હૈ… પણ સુનનેવાલા દિવાના નહીં હૈ. 5 ઓગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 દૂર કરીને કાશ્મીરના બે ભાગ કરી નાંખ્યા. ફારૂખ સહિત કાશ્મીરના અન્ય નેતાઓ પીડીપીના મહેબુબા, ઓમર અબ્દુલ્લા વગેરેએ તેનો વિરોધ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. મહેબુબાની તાજેતરમાં જ 14 મહિના બાજ નજરકેદમાંથી મુક્તિ થઇ અને અલગ અલગ પક્ષોના હોવા છતાં આ નેતાઓ ભારત સરકારની સામે મોરચો ખોલીને એક થયા છે.

ફારૂખ અબ્દુલ્લા એન.સી. પક્ષના નેતા છે. તેમને પણ 5, ઓગસ્ટ પછી કેદમાં રખાયા હતા અને થોડાક સમય પહેલાં જ તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. આ નેતાઓની રાજકિય છાપ પાકિસ્તાનના હિમાયતી હોવાની છે. હવે ફારૂખને ચીન પ્રત્યે દલસરોવરીયો પ્રેમ જાગ્યો હોય તેમ એમ કહ્યું કે અમે ચીનની મદદથી ફરીથી કલમ 370ને લાગૂ કરીશું….જે ચીન ભારત સામે યુધ્ધે ચઢ્યું છે, ભારતના 20 જવાનોની હત્યા કરી નાંખી અને ચીનનો અસલી દુશ્મનીયો ચહેરો બેનકાબ થઇ ગયો છે ત્યારે ફારૂખ અને મેહબુબાને ચીનની મદદ લેવાનું સૂઝ્યું છે.

ચીન અને પાકિસ્તાન ભારતની સામે યુધ્ધ કરવા માંગે છે. એક રીતે આ બન્ને દેશો ભારતના દુશ્મન દેશ કહી શકાય. અલબત, 15 જૂનની ગલવાનની ઘટના પછી ચીન ભારતની સામે પડ્યું છે અને બન્ને દેશો ભારતને યુધ્ધ માટે ફરજ પાડી રહ્યાં છે. ભારતે જો કે ચીનને જવાબ આપ્યો છે અને ચીનને આર્થિક ફટકો આપવાના પગલા લેવાઇ રહ્યાં છે તેવા સમયે કાશ્મીરી નેતાઓ ચીનની મદદથી કલમ 370 ફરી લાગૂ કરવાની જાહેરાતો કરે તો તેનો મતલબ એવો થઇ શકે કે તેઓ ભારતના દુશ્મન રાષ્ટ્ર ચીનની સાથે મળેલા છે અને એ તમામ નેતાઓને ફરીથી જેલમાં ધકેલી દેવાની લાગણી ઉદભવી રહી છે.

જમ્મુ-કાશ્મીરને ફરીથી ખાસ દરજ્જો આપવા ભારતની સંસદમાં કાયદો સુધારવો પડે એટલી તો જાણકારી મેહબુબા વગેરેને હશે જ. જો તેઓ ચીનની મદદથી ફરી કલમ 370 લાગૂ કરવા માંગતા હોય તો તેઓ શું ચીનની સંસદમા કલમ 370નો ઠરાવ કરવા માંગે છે…?! કપટી અને વિસ્તારવાદી વિદેશનીતિમાં માનનાર અને બીજા દેશો અને બીજાની વિસ્તારો હડપનાર ખંધુ ચીન ભારતના આ કાશ્મીરી નેતાઓને રાજી રાખવા ધારો કે પોતાની સંસદમાં ઠરાવ પસાર કરે તો તેનો અમલ કોણ કરશે અને તેને કોણ માન્ય રાખશે ભલા…?

2014 પહેલા કાશ્મીરમાં હુરિયત અને કુરિયત જેવા ભારતવિરોધી સંગઠનો ખુલ્લેઆમ લોકોને ભારતની સામે ઉશ્કેરતા અને પાકિસ્તાનને મદદ કરતાં હતા. 2014માં નરેન્દ્રભાઇ મોદીએ ભારતની બાગડોર સંભાળ્યા બાદ કાશ્મિર અંગે એવા પગલા એક પછી એક લેવા માંડ્યા કે હુરિયતવાળા ખોવાઇ ગયા. કાશ્મિરને આઝાદ કરાવવાના ઝંડા લઇને ફરનારાઓ પોતે જ જેલમાં છે. મોદી સરકારે આવા તત્વોના કાળા કરતૂતો બહાર પાડીને કાશ્મીરને ભારતની સાથે જોડવાના પગલા ભરતા આ કાશ્મીરી નેતાઓની જાગીર લૂટાઇ ગઇ છે.

ભારત સરકારે મેહબુબા સહિતના જે નેતાઓ ભારતના તિરંગાને બદલે બીજા ઝંડાને માન આપતા હોય તો તે તમામને ફરીથી કેદ કરી લેવા જોઇએ. અને હાં, અમે ભારતના તિરંગાને માનતા નથી એમ જાહેરમાં બોલનારની સામે દેશદ્રોહનો ગુનો તો નોંધાશે ને…?!

-દિનેશ રાજપૂત

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર