મંત્રાલયમાં મુખ્યમંત્રીની ફાઇલમાં મસ્ત મસ્ત મલાઇદાર મિલાવટ થઇ ગઇ..!

સરકારોમાં સીએમની ફાઇલો પણ સલામત નથી કે શું…?

ઠાકરે એ લખ્યું- ગેરરીતિની તપાસ કરો..ભેજાબાજ ઠગે સુધારો કર્યો- તપાસ બંધ કરો…!

નિરવ મોદી-વિજય માલ્યા વગેરેએ આવા જ ધંધા આચરીને અબજોની લોન લીધી હશે નહીં..?!

મંત્રીની સજાગતાને કારણે મોટુ કૌભાંડ પકડાયું. નહીંતર તો તપાસ બંધ જ થઇ જાત…!!

સરકારી ફાઇલોમાં આવા મનગમતા સુધારા કરીને કંઇક કેટલાય મોજ કરી રહ્યાં હશે..!?

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

લાલફિતાશાહી. સરકારી ફાઇલને લાલ દોરીથી બાંધવામાં આવતી હોવાથી તેને માટે લાલફિતાશાહી શબ્દ પ્રચલિત થયો હશે. કોઇ સમસ્યાનો ઉકેલ ના આવે એટલે એમ કહેવાય કે સરકારી ફાઇલોમાં અટવાઇ ગઇ હશે…! સરકારમાં ફાઇલો જ એક એવી હેરફેર માટેની મની મેટર છે કે તેને એક જ ઓફિસમાં નજીક નજીકના એક ટેબલથી બીજા ટેબલ મોકલવા માટે પ્રસાદ ચઢાવો પડે છે…!. ખાસ કરીને પમેન્ટ કરનાર સરકારી વિભાગ કે છેક તાલુકા સ્તરની કચેરીમાં ઠેકેદારોએ પમેન્ટ માટે કેટલુ પેમેન્ટ આપવુ પડે છે તે કાંઇ છાનું છાનું નથી. પગમાં પાયલ કે ઝાંઝર બાંધો અને ચાલો તો ઝમ..ઝમ..અવાજ આવવાનો જ છે, એમ આ મની મેટરમાં પણ મની..મની…એવો અવાજ તો આવે જ છે પણ તે માત્ર આપનાર અને લેનારને જ સંભળાય છે…!

સરકારી ફાઇલમાં અને તે પણ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મુખ્યમંત્રીની સહી સાથેની વિભાગમાં પહોંચેલી ફાઇલમાં મુખ્યમંત્રીના સહીની ઉપર મુખ્યમંત્રીએ લખેલા શબ્દોના સ્થાને બીજા શબ્દો લખીને આખો આદેશ જ બદલી શકાય..? આવુ કરનાર અને ઐસા ભી હો શકતા હૈ…અથવા ઐસા ભી કર સકતે હૈ…એમ વિચારનાર અને કરનાર ભેજાબાજ ઠગને સલામ કરવુ જોઇએ. મુખ્યમંત્રીની લાલ પેનથી કરાયેલી સહી સાથેના ઓર્ડરમાં ચેડાં કરીને મુખ્યમંત્રીએ કહ્યું હોય કે તપાસ કરો… અને ઠગ તત્વો દ્વારા તેમાં મસ્ત મસ્ત રીતે એમ લખી દેવામાં આવે કે તપાસ બંધ કરો… તો…?

આવો જ એક ઠગાઇનો જોરદાર અને ભલભલા મુખ્યમંત્રીઓને તેમની સહી પછી વિભાગમાં પહોંચતી ફાઇલમાં કોઇ સુધારા વધારા તો થયા નથી ને તેની તપાસ માટે લાગે છે કે હવે કોઇ મિકેનિઝમ અમલમાં મૂકવો પડે તેમ છે. મામલા ક્યા હૈ..?

મામલો એ છે કે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધુવ ઠાકરેએ જાહેર બાંધકામ વિભાગના કેટલાક આક્ષેપિત ઇજનેરોની સામે ખાતાકિય તપાસ કરવા મંજૂરી આપીને લખ્યું કે તપાસ કરો. ફાઇલ સંબંધિત મંત્રી પાસે પહોંચી ત્યારે મંત્રીએ શું વાંચ્યું- ઠાકરેની સહી સાથે લખાયેલુ હતુ-તપાસ બંધ કરો….! મંત્રી અશોક ચવ્હાણ ચોંક્યા. આમ કેમ…કારણ કે તેમણે જ મુખ્યમંત્રીને ભલામણ કરી હતી કે જે.જે. સ્કૂલ ઓફ આર્ટની ઇમારત બનાવવામાં જે ઇજનેરોએ નાણાંકિય ગેરરીતિ આચરી તેનીસામે ખાતાકિય તપાસ થાય. મુખ્યમંત્રીને ણલીને મંત્રીએ વાત પણ કરી હશે. અને મુખ્યમંત્રીએ હા પાડી હોય અને મંત્રીને ખાતરી જ હોય કે ફાઇલ ઉપર મુખ્યમંત્રીએ તપાસ કરવા માટે જ લખ્યું હશે. તપાસ બંધ કરો…એવુ લખેલુ જોઇને અને તેની નીચે સીએમની સહી જોઇને મંત્રીને શંકા ગઇ અને તેમાંથી આ બહાર આવ્યું કે મુખ્યમંત્રીની ફાઇલમાં પણ ચેડાં કરીને કોઇ મનગમતા સુધારા કરીને લાભ મેળવી શકે છે..! વાહ ભાઇ વાહ…

સરકારમાં મુખ્યમંત્રીનો લેખિત આદેશ ફાઇનલ હોય છે. મુખ્યમંત્રીએ સરકારી ફાઇલમાં જે લખ્યું હોય તેમાં પછી તેમના સિવાય, અને તે પણ યોગ્ય પ્રોસેસ સાથે આદેશમાં ફેરફાર કરી શકે. મંત્રાલયમાં એવા ગઠીયા અલબત કોઇ ઉચ્ચ અધિકારી જ હોઇ શકે કે જેના હાથમાં આ ફાઇલ પહોંચી હોય અથવા જેમની સામે તપાસ કરવાની છે, તેમણે બની શકે કે કોઇ સરકારી કર્મચારીને સાધેલો હોય અને જેવી તપાસ કરો….ના આદેશવાળી ફાઇલ મુખ્યમંત્રીના સહી સાથે સીએમઓમાંથી વિભાગમાં પહોંચી હશે એટલે આ ઇજનેરોના હિતમાં “તપાસ બંધ કરો…” નું લખાણ ફાઇલની ઉપર લખાઇ ગયું હશે..!

મંત્રીની સતર્કતાને કારણે અથવા તેમણે આ મુદ્દે પહેલાથી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી જ હશે કે આ મુદે તપાસના આદેશો આપવાના જ છે અને કંઇક બીજુ લખાઇને આવ્યું એટલે તેમણે ચોંકીને તપાસ કરી તેમાં મંત્રાલયમાં કેવા કેવા ગોરખધંધા ચાલે છે તેના પૂરાવારૂપે આવડી મોટી છેતરપિંડી પકડાઇ….!! જે નથી પકડાઇ તેમાં તો કેવા કેવા ફેરફારો કરીને કેટલાયે લાભ મેળવ્યો હશે- બાબા રે બાબા…

મુખ્યમંત્રીના એક લેખિત આદેશથી કરોડો રૂપિયા ફાળવાતા હોય છે. અને તેમણે લખેલા આંકડામાં કોઇએ ફેફારો કરીને કેટલાય કરોડો ઓળવી નહીં લીધા હોય તેની શું ખાતરી..? માત્ર બેંકના ચેકમાં મસ્ત રીતે સુધારા કરીને ફોર્જરી-ઠગાઇ થાય છે એવુ નથી. સરકારમાં મંત્રીની ફાઇલમાં જ નહીં પણ મુખ્યમંત્રીએ સહી કરેલી ફાઇલમાં પણ મનફાવે અને મનગમતા સુધારા કરીને કોઇને લાભ આપવાના હાઇપ્રોફાઇલ ગંદા હૈ પર ધંધા હૈ…કેટલુ ચાલતું હશે..? ખાસ કરીને હોમ મિનીસ્ટ્રીમાં. મંત્રીએ કોઇને પકડવાનો આદેશ આપ્યો હોય અને તેમાં ફેરફાર કરીને જે તે આરોપીને નહી પકડવાનો કે ફાઇલ દબાવી દેવી એવા કેટકેટલાય કામો સરકારોમાં નહીં થતા હોય..? .

મહારાષ્ટ્ર સરકારના મંત્રાલયમાં મુખ્યમંત્રી ઠાકરેની ફાઇલમાં કોણે ફેરફારો કરીને આખો આદેશ જ બદલી નાંખ્યો એની તપાસમાં જે અધિકારી કે કર્મચારીનું નામ પોલીસ તપાસમાં બહાર આવે તો સરકારે ફોરેન્સિક લેબમાં તેનું બ્રેઇન વોશિંગ નહીં પણ બ્રેઇન મેપિંગ કરવુ જોઇએ. કેમ કે તે એક શાતિર ઠગની માનસિક્તાવાળો જ નિકળશે…!! મુખ્યમંત્રીના હસ્તાક્ષરવાળી ફાઇલમાં સુધારા કરીને આખો ઓર્ડર જ બદલી નાંખવા બદલ તેમની જમાતના અન્યો કદાજ તેને સલામ પણ કરશે અને વિચારશે- યે હમને પહેલે ક્યૂં નહીં કિયા…?!

આપકો યે સોચના હોગા કિ..જો સીએમની ફાઇલમાં આવુ થઇ શકે તો નિરવ મોદીએ પણ એવા જ ધંધા કરીને ખોટા દસ્તાવેજો દ્વારા અબજોની લોન ગઠિયા અધિકારીઓના મેળાપીપણાથી મેળવી હશે. નિરવને મદદ કરનારા કેટલા બેંક અધિકારીઓ જેલમાં છે..? બેંકોમાં કેટલાક ખાતેદારોના ખાતામાં થતી ગરબડો માટે પણ આવુ જ થતું હશે ને…? બચ કે રહના રે બાબા બચ કે રહના રે…! હર કાતિલ ખંજર લિયે ઘૂમ રહા હૈ…!. હુલા દો…ભૂલા દો…!!

-દિનેશ રાજપૂત

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર