લઠ્ઠો વેચનારને ફાંસી પણ હોસ્પિટલમાં આગ લાગે તો ….? જાને ભી દો યારો…!!

15 વર્ષે પારણું બંધાયુ અને સપ્તાહમાં જ બાળકી હોસ્પિટલની આગમાં મોતને ભેટી….

શું અને કેવું વિત્યુ હશે એ પરિવાર પર એની કલ્પના સરકારી તંત્ર કરશે…?

હોસ્પિટલમાં આગ લાગે તો પાસામાં કરો અંદર, સંગઠિત ગુનાખોરીનો ગુનો નોંધો..જુઓ પછી…

ભય નહીં હોય, ખૌફ નહીં હોગા તો અપરાધ અને અપરાધી વધતા જ જશે…!!

યે આગ કબ બુઝેંગી, આટલી બેદરકારી… અને તે પણ હોસ્પિટલોમાં…?

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

એક પરિવારમાં 15 વર્ષે પારણું બંધાયું. ઇશ્વરે પરી સમાન દિકરી આપી. વજન ઓછુ હોવાથી તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અને રજા મળે તે પહેલાં સરકારી હોસ્પિટલના એ વોર્ડમાં આગ લાગી કે જ્યાં આ બાળકી સહિત અન્ય નબળા નવજાત બાળકોને સારવાર માટે રાખવામાં આવ્યાં હતા. આગમાં જીવતા ભડથુ થઇ ગયેલા 10 નવજાત બાળકોમાં એ કમનશીબ બાળકી પણ હતી કે જે રજા મળતા જ ઘરે જવાની હતી…!!

એ પરિવાર પર કેવી આપત્તિ આવી પડી…? 15 વર્ષે પારણું બંધાયુ અને હજુ તો પા..પા.. પગલી ભરે તે પહેલા સરકારી હોસ્પિટલની બેદરકારીનો ભોગ બની જાય…!! આવા 10 બાળકો મહારાષ્ટ્રના ભંડારા ખાતેની સરકારી હોસપ્ટિલમાં મોતને ભેટ્યા. 10 પરિવારો પર શું વીત્યું હશે એની કલ્પના સરકારના સત્તાધીશો કે હોસ્પિટલના આરએમઓ વગેરેને નહીં હોય.

મહારાષ્ટ્રની આ ઘટના પહેલા ગુજરાતમાં કોરોના હોસેપિટલોમાં એક પછી એક આઇસીયુમાં આગ લાગવાના બનાવોમાં 15 કરતાં વધારે દર્દીઓ માર્યા ગયા. અમદાવાદ, રાજકોટ, વડોદરા એમ અલગ અલગ શહેરોમાં ખાનગી હોસ્પિટલો કે જેને કોરોના સંક્રમિતોની સારવાર માટે કોવિડ હોસસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી તેમાં આગ લાગી, આઇસીયુ વોર્ડમાં આગ લાગી. વડોદરામાં આઇસીયુમાં કોઇ ધમણ નામના વેન્ટીલેટરમાં તણખો થયો અને આગ લાગી હતી. ક્યાંક શોર્ટ સર્કીટથી આગ લાગી અને મોટા ભાગની આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા, સાધનો હતા તો તેનો ઉપયોગ કરનારા નહોતા અને ઉપયોગ કરનારા હતા તો તેને કઇ રીતે ચલાવવાનું તે જાણતા નહોતા અને આખરે સંખ્યાબંધ દર્દીઓ કે જેઓ કોરોનાની સારવાર માટે દાખલ થયાં હતા તેઓ હોસ્પિટલની બેદરકારીને કારણે ભોગ બન્યા….

સરકારે વળતર આપ્યું. હોસ્પિટલના સંચાલકોની ધરપકડ થઇ, થોડાક દિવસ જેલમાં અને સમય જતાં જામીન પર છૂટકારો. કેસ ચાલશે ત્યારે પુરાવાના અભાવે કદાજ છૂટી પણ જાય. કાયદાની જોગવાઇનો દરેકને લાભ મળવાપાત્ર છે. એટલે તેઓ પણ લાભ મેળવી શકે. જે મુદ્દો લોકોના મનમાં આવી ઘટના પછી ઘૂમરાતો હોય છે તે એ કે કોઇ એક નાનકડુ મકાન બનાવે તો પણ તમામ સુરક્ષાના પગલા લેવાતા હોય છે. અને આ તો હોસ્પિટલ, કે જ્યાં લોકો પોતાના આધિવ્યાધિ પીડામાંથી બચવા આવતા હોય છે. તે હોસ્પિટલમાં અને તેમાં વળી આઇસીયુમાં આગ લાગે ત્યારે કોઇને એમ ચોક્કસ થાય કે આટલી બેદરકારી તો ના જ ચાલે….!!

નવજાત વાળકોના વોર્ડમાં આગ લાગે તો તેઓ બચવા માટે ક્યાં બુમો પાડવાના હતા…? એ બાળકોના માતા-પિતા પર શું વિત્યુ હશે તે ઘરપરિવારવાળા સીએમ ઉધ્ધવ ઠાકરે સમંજે તો સારૂ અને તપાસમાં જે કોઇની બેદરકારી બહાર આવે તેને કડકમાં કડક શિક્ષા થાય તેમ જો કરશે તો જ પિડિત પરિવાર અને અન્ય લોકોને એમ લાગશે કે હવે પછી એવુ નહીં થાય…અન્યથા, જેમ ચાલે છે એમ ચાલ્યા કરશે…ફરી આગ લાગશે,,,ફરી લોકો કહેશે અને ફરી હોતી હૈ ચલતી હૈ…

અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલામાં આગ લાગી ત્યારે મોટા ભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની મંજૂરી જ નહીં હોવાનું પણ બહાર આવ્યું…. ! કરોડો રૂપિયાની હોસ્પિટલ બનાવે અને ફાયર સેફ્ટીની મંજૂરી ના લે તો તેને શું સમજવું…? ફાયરના સાધનો હોવા તેનો ઉપયોગ કરનારો સ્ટાફ ના હોય તો એવા સાધનોને શું ધોઇ પીવાનું..? .જે ઘટનાને રોકવા માટે અને બચાવ માટે સાધનો વસાવવામાં આવ્યાં તેને યોગ્ય રીતે ચલાવનાર સ્ટાફની પણ જોગવાઇ ફરજિયાત હોવી જોઇએ.

કાયદા જરીયાત પ્રમાણે બનતા હોય છે. ગુજરાતમાં ગુંડાગીરી વધી તો પાસાને કાયદો બન્યો, સંગઠીત ગુનાખોરી અને આતંકી ગતિવિધિ વધી તો ગુજકોક કે જેનું નવુ નામ હવે ગુજસીકોટનો કાયદો બન્યો. એમ હોસ્પિટલોમાં આગની ઘટના બને તો કોની સામે કેવા કડકમાં કડક પગલા ભરવા જેવી જોગવાઇ સાથે નવો કાયદો બને. નવો કાયદો ન બને તો વર્તમાન કાયદામાં કડક જોગવાઇ થાય..

અમદાવાદમાં 2009ના લઠ્ઠાકાંડમાં 150 કરતાં વધારે લોકો માર્યા ગયા ત્યારે તે વખતે લઠ્ઠો બનાવનાર અને વેચનારને ફાંસીની સજાની જોગવાઇ નશાબંધી કાયદામાં કરવામાં આવી જેથી લઠ્ઠો બનાવનાર અને વેચનારમા ભય રહે. ગુનાઓ ત્યારે જ રોકાય અને ઓછા થાય કે જ્યારે ગુનેગારોમાં ભય રહે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને રોકવાની જોગવાઇ, આગ લાગે તો જવાબદારી નક્કી કરવી અને સહેલાઇથી છૂટી ન જાય તેવી કાયદાકીય પ્રક્રિયા થશે તો જ હોસ્પિટલ ચલાવનારાઓમાં ભય રહેશે.. ફાયર સેફ્ટીની પ્રક્રિયા કરશે..ફાયરના સાધનો વસાવશે અને તેનો ઉપયોગ કરનાર સ્ટાફને પણ રાખશે…!! યે આગ કબ બુઝેંગી….એવો સવાલ કોઇ ના કરે એવું કમ સે કમ ગુજરાતમાં તો થવુ જોઇએ…!! થશે…?

 28 ,  1