શું ચેન્નઇ – આંધ્ર ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યા છે..?

ચોમાસા જેવા પુર-પ્રકોપના દ્રશ્યો, તરી રહી છે લાશો

આમ તો ભારતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ચૂકી છે, તેમ છતાં ચેન્નઇ બાદ હવે આંધ્રપ્રદેશમાં વરસાદે જે કાળો કેર વર્તાવ્યો છે, તેને ક્લાઇમેટ ચેન્જ અસર તરીકે જોવા આવી રહ્યું છે. કેમકે, ચોમાસું પૂરુ થયા બાદ સમગ્ર દેશમાં દક્ષિણ ભાગમાં ચોમાસું જાણે કે હજુ ચાલી રહ્યું હોય તેવા પૂર-પ્રકોપના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીમાં લાશો તરી રહી છે. અને ઉંચાઇ પર આવેલ સબરીમાલા મંદિર પણ બંધ કરવાની ફરજ પડી છે.

આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદ અને પુરના કારણે 12 લોકોના મોત થયા છે. અનેક લોકો ગુમ થયા છે. આંધ્ર પ્રદેશના વાઈએસઆર કડપ્પા જિલ્લામાં ઓછા દબાણના વિસ્તારના કારણે થયેલા ભારે વરસાદ અને પુરના કારણે 12 લોકોના મોત થયા છે. અનેક લોકો ગુમ થયા છે. પોલીસે જણાવ્યું કે જિલ્લાના રાજમપેટ ડિવીઝનના નંદલુરુ, મંડવલ્લી અને આકાપાડુ ગામમાં પુરના પાણીમાં એપીએસઆરટીસીની 3 બસ ફસાયી છે.

ચેયુરુ જળાશયના ટુટવાના કારણે પુરનું પાણી રસ્તા પર આવી ગયું છે જેમાં બસો ડૂબી ગઈ. તમિલનાડુ અને કેરળમાં પણ વરસાદથી લોકોનું જીવન મુશ્કેલીમાં પડી ગયુ છે. ક્યાંક ઘર પડવાથી લોકોના મોત થઈ રહ્યા છે તો સબરીમાલા મંદિરને પણ એક દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશની ખરાબ સ્થિતિને જોતા પીએમ મોદીએ સીએમ વાઈ એસ જગનમોહન રેડ્ડી સાથે વાત કરી છે.

એક બસના કેટલાક પ્રવાસી પાણીમાં વહેતા જોવા મળ્યા છે. ગુડલુરુ ગામમાં 7 લાશ નિકળી છે. રાયવરમ ગામમાં ત્રણ લાશો નિકળી છે અને મદનપલ્લ ગામમાં 2 લાશ કાઢવામાં આવી છે. અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે કે તે બસના પ્રવાસીઓની લાશ હતી કે આસપાસના ગામના લોકોની. ફાયર કર્મીઓએ અન્ય 2 બસોના પ્રવાસીઓને બચાવી લીધા. પોલીસે જણાવ્યું કે મરનારાની સંખ્યા વધવાની આશંકા છે. કેમ કે કેટલાક અન્ય લોકો ગુમ થયા છે.

વાઈએસઆર કડપ્પા જિલ્લામાં ભારે વરસાદ અને પુરથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. એક સત્તાવાર જાહેરાતમાં શુક્રવારે જ્યાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડી સ્થિતિના આકલન કરવા માટે શનિવારે કડપ્પા જિલ્લામાં હવાઈ સર્વેક્ષણ કરશે. શ્રી રડ્ડીએ ભારે વરસાદના કારણે જીવ ગુમાવનારા લોકોએ પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી અને અધિકારીઓએ મરનારાના પરિવારજનોને 5-5 લાખની મદદ કરવાના નિર્દેશ કર્યા. સીએમે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને મદદ માટે આગળ આવશે અને તમામ શક્ય મદદનું આશ્વાસન આપ્યું. આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં શુક્રવારે અચાનક આવેલા પુરમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. જ્યારે અનેક ગુમ છે.

તમિલનાડુમાં ભારે વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં કાલે ભારે વરસાદની વચ્ચે એક ઘર પડવાથી 4 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે. રાજ્યમાં સતત વરસાદથી ભારે નુકશાન થઈ રહ્યું છે.

કેરળમાં થઈ રહેલા ભારે વરસાદની અસર હવે શ્રદ્ધાળુઓને પણ જોવા મળશે. ભારે વરસાદના કારણે પઠાનમથિટ્ટા જિલ્લાના સબરીમાલ પહાડીમાં પ્રસિદ્ધ અયપ્પા મંદિરની તીર્થયાત્રા સ્થગિત કરી દીધી છે. જિલ્લામાં ભારે વરસાદ અને પંબા સહિત પ્રમુખ નદીઓમાં જળ સ્તર વધી ગયું છે. જેને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. આ આદેશ પથાનામથિટ્ટા જિલ્લા પ્રશાસને શુક્રવારે જારી કર્યો છે. જિલ્લા પ્રશાસને કહ્યું કે પવિત્ર નદી મનાતી પમ્બા તોફાને ચઢી છે અને પંબા બાંધ બાદમાં ખોલવામાં આવશે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી