રસ્તો ન હોવા છતાં કર્યો રસ્તો..થયું 100% રસીકરણ….

જમ્મુ-કાશ્મીરનું ‘વેયાન’ ગામ 100% કોરોના રસીકરણ લેનાર પ્રથમ ગામ બન્યું છે

કોરોનાના કપરા સમયમાં રસીકરણએ જ એક માત્ર હથિયાર દેખાય રહ્યું છે .તેવામાં આપણે સહુએ રસી લેવાનો સંકલ્પ કરવો જ જોઈએ.જેથી આપણી સુરક્ષા અને સાથોસાથ આપણા ગામ,શહેર અને આપણા દેશની પણ સલામતી બની રહે .આવો જ એક સંકલ્પ એક ગામવાળાઓએ લીધો હતો અને તેમણે સાકાર પણ કર્યો છે .આ ગામનું નામ છે ,જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુર જિલ્લામાં આવેલું ‘વેયાન’ ગામ…

મળતી માહિતી અનુસાર,કાશ્મીરના બાંદીપોર જિલ્લાના ‘વેયાન’ ગામ સુધી જવા માટે કોઈ રસ્તો નથી, તેમજ આ ગામમાં સ્વાસ્થ સેવાઓ પણ નથી. તેમ છતાં સ્વાસ્થ કર્મીઓની મહા મહેનતથી 100 ટકા કોરોના રસીકરણ લેનાર પ્રથમ ગામ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે ,જમ્મુ-કાશ્મીરના બાંદીપોર જિલ્લાના ‘વેયાન’ ગામને 100 ટકા કોરોના રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ ગામના 18 થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવામાં આવી છે. આ દેશનું પ્રથમ ગામ છે. જ્યાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. આ ગામમાં રસીકરણના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ લોકોની જાગૃતી જોવા મળી છે. તો સ્વાસ્થ્યકર્મીઓએ પણ ખુબ મહેનત કરી છે.જંગલો વચ્ચે આ ગામ સુધી પહોંચવા માટે હેલ્થ વર્કર્સને 11 કિલોમીટર સુધી દુર જવુ પડતું હતુ. ગત્ત શુક્રવારના રોજ જ્યારે હેલ્થ વર્કર્સની ટીમ આ ગામમાં પહોચી તો તમામ 362 ગ્રામજનોએ રસી લીધી હતી. ગામમાં મોટાભાગની આદિજાતિ સમુદાયના લોકો વસે છે. જે હંમેશા ગરમીની સીઝનમાં પહાડો પર સ્થળાંતર કરે છે અને પોતાના પશુઓની સાથે પાનખર ઋતુમાં પરત ફરે છે.

આ ઉપરાંત, બાંદીપોરના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ.મસરાતે કહ્યું કે, ગામમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન લઈ લીધી છે.

વધુમાં તેમણે કહ્યું કે, જો અમે રાહ જોઈએ તો લોકો પહાડો તરફ જતા રહે છે ,જેથી તેમને રસી આપવી મુશ્કેલ બની જાય છે.એક લક્ષ્ય પહેલાથી જ પ્રાપ્ત કરી લીધો છે. બીજા ડોઝ માટે 12 અઠવાડિયાનો સમય લાગે છે, જેથી અમે તેમના પહાડોના રસ્તા વિશે પુછપરછ કરી લીધી છે .જેથી અમે પહાડો પર જઈને જ રસી આપી શકીએ.

 50 ,  1