આખરે આર્યનની જેલમુક્તિ, પુત્રને જોઇ પિતા શાહરૂખ બન્યા ભાવુક, Video

ડ્રગ્સ મામલે 25 દિવસથી હતો જેલમાં, બે દિવસ વધુ રહ્યો છેવટે..

બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યનની આજે સવારે 11 વાગ્યાની આસપાસ જેલમુક્તિ થઇ હતી. પોતાના પુત્રને આવકારવા માટે ખૂદ શાહરૂખ આર્થર રોડ જેલ પહોંચ્યો હતો. તેના નિહારવા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જેલ સત્તાવાળાઓએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આર્યનને જેલમાંથી બહાર મોકલી આપ્યો હતો. પોતાના પિતાની સાથે ભારે સુરક્ષા વચ્ચે ઘરે જવા રવાના થયો હતો.

આર્યન ખાન શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો છે. શુક્રવારે નિર્ધારિત સમયમર્યાદામાં તેના જામીનનો હુકમ જેલમાં પહોંચી શક્યો ન હતો. ગુરુવારે 25 દિવસ બાદ બોમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન, આર્યનનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચા શનિવારે જેલમાંથી બહાર આવ્યા છે. આ તમામની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા 3 ઓક્ટોબરે કુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી