ડ્રગ્સ કેસ : આખરે કિંગ ખાનના દીકરા આર્યનનો જેલવાસ પૂરો

બોમ્બે હાઈકોર્ટે આપ્યા જામીન

આર્યન ખાનને આખરે 26 દિવસ બાદ બોમ્બે હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જામીન અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં ત્રીજી વાર સુનાવણી થઇ હતી.

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર ગઈકાલે 27 ઓક્ટોબરના રોજ સુનાવણી થઈ હતી. ત્રણેય આરોપી (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા)ના વકીલોએ દલીલો પૂરી કરી હતી. આજે 28 ઓક્ટોબરના રોજ NCB તરફથી કેસ લડતા ASG અનિલ સિંહ પોતાની દલીલો કરી હતી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન, મુનમુન ધામેચા તથા અરબાઝ મર્ચન્ટના જામીન મંજૂર કર્યા હતા. આર્યન સહિત 8 આરોપી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી NCBના લૉકઅપમાં હતા. 8 ઓક્ટોબરથી આર્યન સહિત 6 આરોપી આર્થર રોડ જેલમાં બંધ છે અને મુનમુન ધામેચા તથા નપુર ભાયખલ્લા જેલમાં છે.

એનસીબીના વકીલ એએસજી અનિલ સિંહે હાઈકોર્ટમાં દલીલ દરમિયાન કહ્યું છે કે આર્યન ખાન ઘણા વર્ષોથી ડ્રગ્સ લે છે અને પેડલર સાથે પણ તેનું કનેક્શન છે. અનિલ સિંહનું કહેવું છે કે આર્યનની ચેટથી ખબર પડી કે તે ડ્રગ્સનો વ્યવહાર કરી રહ્યો હતો. એએસજી અનિલ સિંહે એનસીબીનો બચાવ કરતાં કહ્યું છે કે આર્યન ખાન પહેલી વાર ડ્રગ્સ નથી લઈ રહ્યો. આર્યન ખાન અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી