આખરે મમતા દીદીની CMની ખુરશી ટકી ગઈ…જંગી જીત

ભવાનીપુરના મતદારોનો સંદેશો, જય ભવાની…મમતા રેવાની…

પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ખાસ કરીને બંગાળની હાઈપ્રોફાઈલ ભવાનીપુર સીટ પરપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જી 58,000 મતથી શાનદાર વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલે મમતાને જીત બદલ બધાઈ આપી છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટીને તો બહુમત મળ્યું પરંતુ મમતા બેનર્જી પોતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જે બાદ રાજ્યમાં પેટાચૂંટણી કરવામાં આવી છે ત્યારે આજે મમતા બેનર્જીનું કરિયર દાવ પર છે. આજે પેટાચૂંટણીનાં પરિણામોમાં જો મમતા બેનર્જી ચૂંટણી જીતી શકતા નથી તો બંધારણીય રૂપે તેમણે રાજીનામું આપવું પડશે.

આખરે મમતા બેનર્જીની ખુરશી બચી ગઈ
આજે બંગાળનીઆ ભવાનીપુર, મુરશીદાબાદ અને જંગીપૂર એમ ત્રણ બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમા મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી મેદાનમાં હતા. સવારે આઠ વાગે જ મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી