આખરે સામંથા અને નાગા ચૈતન્યએ લીધા છૂટાછેડા

સાઉથ ફિલ્મ જગતની સુપરસ્ટાર જોડી તૂટી

સાઉથ ફિલ્મ જગતની સુપરસ્ટાર જોડી તૂટી છે. નાગા ચૈતન્ય અને સામંથાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા. હવે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના અલગ થવાની જાણકારી આપી છે.

સામન્થાએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેઓએ પતિ અને પત્નીની જેમ અલગ થવાનો નિર્ણય કર્યો. પરંતુ તે હંમેશા મિત્ર રહેશે.

સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રાં પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું કે, ખુબ વિચાર્યા બાદ મે અને ચૈતન્યએ પતિ-પત્ની તરીકેના રસ્તાં અલગ કરી દીધા છે. અમે બહુ ખુશકિસ્મત છીએ કે છેલ્લા 10 વર્ષથી મિત્રો છીએ અને અમારો દોસ્તીનો સંબંધ હંમેશા ખાસ રહેશે.

ટ્વિટર પરથી હટાવી સરનેમ
સામંથાનું આખુ નામ સામંથા રૂથ પ્રભુ છે, ઇન્સ્ટા પર તેણે આજ નામ રાખ્યુ હતુ પરંતુ ટ્વિટર પર તેણે પતિની સરનેમ લગાવીને સામંથા અક્કીનેની લખ્યું હતું. થોડા દિવસ પહેલા તેણે અકાઉન્ટમાંથી અક્કીનેની સરનેમ હટાવી લીધી હતી. જેથી લોકોએ અંદાજો લગાવ્યો કે બંને વચ્ચે કંઇ ઠીક ચાલી રહ્યું નથી.

સસરાની બર્થ ડે પાર્ટીમાં ગેરહાજર
29 ઓગસ્ટે સામંથા પોતાના સસરા નાગાર્જુનના બર્થ ડે પર સોશ્યલ મીડિયા પર તેને વિશ કર્યુ હતુ પરંતુ તેની પાર્ટીમાં હાજર નહોતી, જેના કારણે લોકોનું ધ્યાન ખેંચાયું હતુ.

 69 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી