આખરે ભાજપની ઉંઘ ઉડી, નેતાઓને જાહેર કાર્યક્રમો તાકીદે રદ કરવા પ્રમુખે આપી સૂચના

‘નવી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપ તરફથી કોઇપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં…’

દિવાળી બાદ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. તેમાં અમદાવાદ શહેરમા કોરોનાની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી છે. સેકન્ડ વેવમાં કોરોના વાયરસ અમદાવાદમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે જાહેરમાં રેલી કરતા નેતાઓને ભાજપા પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કડક શબ્દોમાં તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને કડક શબ્દોમાં સૂચના આપી છે કે, ભાજપના નક્કી થયેલા તમામ કાર્યક્રમો રદ કરવા અને કોઈપણ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવું નહીં. ત્યાં જ નવી સૂચના ન મળે ત્યાં સુધી આયોજનો રદ રાખવા.

ગુજરાતમાં હજી ગઈકાલે જ કોરોનાના 1515 પોઝિટિવ કેસ નોંધાયા છે જે અત્યારસુધીમાં કોઈ એક દિવસનો સૌથી મોટો આંક છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો ફરી હાહાકાર મચ્યો છે અને સ્થિતિને કાબૂમાં લેવા એકબાજુ સરકારે અમદાવાદ સહિત ચાર શહેરોમાં કરફ્યુ લાદયો છે. બીજીતરફ, અગાઉ પેટાચૂંટણીના પ્રચારમાં બેશરમ બનીને લોકોને ભેગા કરીને કોરોના વિસ્ફોટ કરવામાં ભાગીદાર બનેલા ભાજપના નેતાઓ હજી સબક શીખ્યા નથી.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાલ કોરોના સંક્રમણના વાતાવરણને અનુલક્ષીને ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને નવી સૂચના ન મળે ત્યાં સુધી હાલ ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં.તેમજ અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમો પણ રદ કરવાની સૂચના આપી છે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર