રોજે રોજ બંગાળનો નવો ઇતિહાસ..! કોણ પાસ-કોણ નાપાસ…?!

હવે એકલા બંગાળમાં જ 29મી સુધી દેશનું ધ્યાન રહેશે..

બંગાળની ચૂંટણીઓ 31 દિવસ સુધી-એક નવો વિક્રમ…

સવાલ તો બનતા હૈ-એવુ તે શું છે બંગાળમાં..?

મોદીની આગાહી- હમારી સરકાર બનેંગી ઔર મૈં શપથગ્રહણ સમારેહ મેં આઉંગા..

8 તબક્કાના મતદાન માટે પણ સામ- સામે આરોપો..

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

પ.બંગાળ. દેશના રાજકારણમાં આજે ખરા અર્થમાં જંગનુ મેદાન બની ગયુ એમ ભાજપ અને ટીએમસી એમ બન્ને પક્ષોના કાર્યકરોની હત્યાઓના બનાવો એવા બની રહ્યાં છે કે હજુ તો 3 તબક્કા પૂરા થયા અને 8 તબક્કા પૂરા થતાં થતાં ન જાણે કેટલા કાર્યકરો શહીદ થઇ જશે..! એમ કહેવાય છે કે બંગાળમાં બમ અને બંદૂકના સહારે ચૂંટણીઓ જીતાય છે અને આ એક જ એક એવુ રાજ્ય છે કે જ્યાં 27 માર્ચના પહેલા તબક્કાના મતદાનથી લઇને છેક 29 એપ્રિલે છેલ્લાં અને 8મા તબક્કાનું મતદાનને જોતા 32 દિવસ સુધી ચૂંટણી જંગ અને ચૂંટણી પ્રક્રિયા ચાલશે…

ગઇ વખતે 2016માં પ.બંગાળમાં 294 બેઠકો માટે 6 તબક્કામાં મતદાન થયું હતું. પણ આટલી ગરમાગરમી, હુંસાતુંસી, મારામારી, ઇવીએમના ચોંકાવનારા બનાવો વગેરે. નહોતા બન્યા. ગઇ વખતે બંગાળના સીએમ મમતાદીદીને પડકારનાર કોઇ નહોતું. આ વખતે તેમની સામે કમલભૈયા સીના તાન કે ઉભા રહ્યાં.. એટલે જંગની શરૂઆત તો ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાફલા પરના હુમલાથી થઇ ગઇ હતી. અને તે પછી હુમલા-હત્યાનો હાહાકાર નહીં પણ કોના કેટલા ઘવાયા તેનો આંકડો ચાલી રહ્યો છે.

ઘણાં ભલે એમ કહે કે 2016માં બંગાળમાં ભાજપે કેમ ચૂંટણીમાં ના ઝંપલાવ્યું…? તો તેનો જવાબ તો ભાજપ જ આપી શકે. પણ તે વખતે ના ઝંપલાવ્યું એટલે આ વખતે પણ ના ઝંપલાવે એવો કોઇ નિયમ નથી. ભાજપ એક રાજકિય પક્ષ છે અને દરેક રાજકિય પક્ષનો લક્ષ્ય હોય છે કે દરેક રાજ્યમાં તેની સત્તા હોય તો તેમાં કોનો ખોટુ નકો… ચિંતા તો હવે ટીએમસીના સુપ્રિમો સીએમ મમતાદીદીની છે કે તેઓ તેમની સામે મેદાનમાં ઉભેલા વડાપ્રધાનથી લઇને સમસ્ત ભાજપના સેનાપતિઓનો સામનો કઇ રીતે કરવો અને કેવી રીતે પોતાનો રાજકિય કિલ્લો બચાવવો..!

ભારતના અર્વાચીન રાજકિય ઇતિહાસમાં પહેલીવાર એવુ થઇ રહ્યું છે કે 8 તબક્કામાં 32 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોય. પાંચ રાજ્યોમાંથી 4 રાજ્યોમાં મતદાન પૂરુ થઇ ગયું. પણ બંગાળ તેરી યહી કહાની…મા-માટી-માનૂષ-માંથી હવે હું હિન્દુ…મને ચંડીપાઠ પણ આવડે અને હિન્દુમાં પણ હું બ્રાહ્મણ અને શાંડિલ્ય બ્રાહ્મણ.અને સામે કટમની-તોલાબાજી-કરપ્શન….! 2009માં દીદી બંગાળમાં સામ્યવાદીઓની સરકાર સામે જેટલા જોરશોરથી નહીં લડ્યા હોય એટલા જોરશોરથી આ વખતે મેદાનમાં છે અને એકલા જ પ્રચારમાં છે.

ભાજપ કહે છે કે 8 તબક્કામાં ચૂંટણીઓ યોજવાની ફરજ ચૂંટણી પંચને મમતાએ જ પાડી છે. ચૂંટણીઓ પહેલાથી જ ભાજપના કાર્યકરોની હત્યાઓ, નડ્ડાના કાફલા પર હુમલો અને બે-ત્રણ તબક્કામાં મતદાન માટે તો સુરક્ષાદળો પણ પહોંચી નહીં શકે. આ તમામ બાબતો-સંજોગો- ઘટનાઓ – દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને પંચે 8 તબક્કામાં મતદાનની વ્યવસ્થા કરી છે. જો કે મમતાદીદીએ શરૂઆતથી જ તેનો વિરોધ કરીને દાવો કર્યો કે વડાપ્રધાન નર્ન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સરળતા માટે 8 તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું છે. જો કે ભાજપ 8 તબક્કા માટે દીદીની સરકારને જવાબદાર ઠેરવી છે.

મહાભારતનું યુધ્ધ ભલે 18 દિવસમાં પત્યું પણ બંગાળનું રાજકિય મહાભારત એટલુ સહેલાઇથી પતે તેમ નથી. ત્રણ તબક્કા આવતાં આવતા તો બંગાળની ધરા સામસામે આરોપો-પ્રત્યારોપો, હુમલાઓથી ધણધણી ઉઠી છે. દીદીના પગને લાગેલી ચોટ, પગ પરનો પ્લાસ્ટર, પગ દેખાડીને મંચ પર બેસવાની રીત સામેની ટીપ્પણી અને એવુ બધુ બંગાળમાં થઇ રહ્યું છે કે રાજકારણના નવા નિશાળિયો તો બંગાળ છોડીને ભાગી જ જાય…!

પણ ઘાટ ઘાટ કા પાની પીનેવાલે પ્રધાનમંત્રી માટે બંગાળ જીતવુ પ્રતિષ્ઠાનો સવાલ થઇ ગયો છે. ડગલુ ભર્યું કે ના હટવું…ના હટવું…ની જેમ યા હોમ કરીને પડો..ફતેહ છે આગે…(ફતેહ એટલે પેલી ચુલબુલી નોરા ફતેહ નહીં હોં..) અહીં ફતેહ એટલે સફળતાના સંદર્ભમાં છે. અને વડાપ્રધાને તો 6 એપ્રિલે ત્રીજા તબક્કાના મતદાનના દિવસે પણ રેલી સંબોધીને પોતાની આગવી શૈલીમાં દીદીને કહી દીધુ- દીદી….ઓ…દીદી…દો મઇ આને સે પહલે હી ટીએમસી ગઇ..!!.

રાજકારણના ભલભલા ખેલાડીઓ માથુ ખંજવાળતા હશે કે ભાજપ દીદી સામેની આ બધી માહિતી લાવતા હશે ક્યાંથી..? તો જેનો જવાબ હોઇ શકે- શુવેન્દુ અધિકારી…! મમતાદીદીની સાથે વર્ષોથી કામ કરનાર શુવેન્દુ ભાજપમાં જોડાયા ત્યારથી ભાજપ ટીએમસીને પછાડવામાં સફળ થઇ રહ્યું છે. આટઆટલુ થયા પછી પણ દીદી જીતી જાય તો..? દીદીનો જવાબ- એક પગે બંગાળ જીતીશ તો બે પગે દિલ્હી…! તો પછી જેઓ દિલ્હી કી ખુર્સી પર આસ લગાયે..નજર ટિકાયે.. મટકુ માર્યા વગર ટગર..ટગર.. જોઇ રહ્યાં છે એ બિચારા માયાવતી, રાહુલ, અખિલેશનું શુ થશે..?

બંગાળમાં દીદી જીતશે જ..તેના પર કોઇ શરત લગાવવા તૈયાર નથી પણ ભાજપ જીતશે…એના પર શરત લગાવવા તૈયાર થઇ જશે અને તેનું મુખ્ય કારણ ભાજપની ચૂંટણી રણનીતિ..! અને જો ભાજપને સરકાર બનાવવામાં કેટલાક ધારાસભ્યો ખૂટ્યા તો દીદીના પક્ષમાંથી-કોંગ્રેસમાંથી.. જીતેલા સભ્યો શુવેન્દુની જેમ-રૂક..મૈં ભી આ રહા હું ભાજપા મેં..! અબ કી બાર…બંગાલ મેં ભાજપા સરકાર…!

જો કે ક્રિકેટની રમતમાં પ્રત્યેક દડાની જેમ બંગાળમાં રોજે રોજ નવા નવા સમીકરણો સર્જાઇ રહ્યાં છે..તેથી હાલમાં તો પરિણામ અંગે લગભગ તમામ અનુમાનો-અટકળો ખોટા પડી શકે. બંગાળની મતપેટીઓ બે મેના રોજ જેમ જેમ ખુલશે તેમ તેમ દીદીના પગનો પાટો પણ ખુલશે…અને ઇવીએમ એટલે કે એવરી વોટ મમતા કે એવરી વોટ મોદી…કા ફૈંસલા ભી હો જાયેંગા. જો કે વડાપ્રધાને તો અત્યારથી જ કહી દીધુ કે ભાજપની સરકાર બનશે અને બંગાળમાં ભાજપની નવી અને પહેલી સરકારની શપથવિધિ વખતે તેઓ પોતે પણ હાજર રહેશે…! દીદી..તમે સાંભળ્યું ..?!

-દિનેશ રાજપૂત

 50 ,  3