ગુજરાતમાં દર શુક્રવાર ‘નિરામય દિવસ’ તરીકે ઉજવાશે..

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અભિયાનનો પ્રારંભ

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દર શુક્રવારે નિરામય દિવસ તરીકે ઉજવાશે, નિરામય દિવસે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે, એટલું જ નહીં ટેલી મેડિસિનના માધ્યમથી નિષ્ણાંતોની ટીમ સારવાર અને નિદાન પણ કરશે.

આ અભિયાન થકી લોકોને બિનચેપી રોગોના સ્ક્રિનિંગથી સારવાર યોજના હેઠળ આવરી લેવામાં આવશે. પાલનપુરથી CM ભૂપેન્દ્ર પટેલે અભિયાનનો પ્રારંભ કરતાવતા પોતાના આગવી શૈલીમાં મજાક કરતા કહ્યું કે બધા હળવા થઇ બેસો, આપણે રોગ ટાળવા આવ્યા છીએ, વધુમાં કોરોના મહામારીમાં અન્ય બીમારીવાળા લોકોને વધુ અસર થઇ તેમાં આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધ્યો, પરતું સૌથી વધુ ભારતમાં કોરોના વેક્સિન અપાઈ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

નિરામય ગુજરાત યોજના હેઠળ `સ્વસ્થ નાગરિક, ઉન્નત ગુજરાત’નો અભિગમ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પડાશે જેમાં ગ્રામ્ય-શહેરી કક્ષાએ બિનચેપી રોગોનું નિદાન તેમજ સારવાર મળી રહેશે, આ યોજના હેઠળ 7 ગંભીર રોગો માટે સ્ક્રિનિંગથી લઇ સારવાર સુધી સેવા અપાશે. જેમાં હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સરની સારવાર પણ મળશે અને કિડનીની બિમારી અને એનેમિયાની સારવાર પણ અપાશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી