Bihar Election 2020 : રાહુલ બોલ્યા – ‘EVM નહીં MVM.. મોદી વોટિંગ મશીન’ વીડિયો વાયરલ

રાહુલ ગાંધીએ EVMને બતાવ્યું MVM એટલે કે ‘મોદી વોટિંગ મશીન’

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઇવીએમને લઈને કરેલ એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બિહારના અરરિયામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર જોરદાર પ્રહાર કર્યો હતો. ઇવીએમને લઈને રાહુલ ગાંધીએ પોતાનો એક અલગ ફંડા પણ બતાવ્યો છે. સાથે ગઠબંધનની જીતનો દાવો પણ કર્યો છે.

અરરિયામાં જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇવીએમ ઇવીએમ નથી પણ એમવીએમ – મોદી વોટિંગ મશીન છે. તેમણે કહ્યું કે આ વખતે બિહારના યુવાઓના દિલમાં ગુસ્સો છે. પછી તે ઇવીએમ હોય કે એમવીએમ, ગઠબંધન જીતવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધીના એમવીએમવાળા નિવેદન પર લોકોએ ઘણી તાળીઓ પાડી હતી. હવે રાહુલ ગાંધીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક જનસભાને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે જંગલરાજના રાજકુમાર બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા છતા પણ એકપણ વખત વિધાનસભામાં ભાગ લીધો નથી. તે લોકોને દગો આપી રહ્યા છે. તેથી તેમને આરામ આપે અને નીતિશને ફરીથી તક આપે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બંને કોરોના મહામારી દરમિયાન દિલ્હીમાં બેઠા હતા કારણ કે તે કોરોનાથી ડરી ગયા હતા.

 166 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર