September 21, 2020
September 21, 2020

દિલ્હી હિંસા : JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની ધરપકડ

ભડકાઉન ભાષણોના આરોપ બદલ UAPA હેઠળ ઉમર ખાલિદની ધરપકડ

દિલ્હી હિંસા મામલે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે મોડી રાતે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદની UAPA હેઠળ 11 કલાક લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરી છે. 

દિલ્હી હિંસા કેસમાં ખાલિદ સહિત આઠ લોકો સામે સ્પેશિયલ સેલે ગેરકાયદેસર પ્રવૃત્તિ (અટકાયત) ધારા (UAPA) હેઠળ કેસ દાખલ કર્યો છે. આ કાયદા હેઠળ ખાલિદ સહિત આરોપીઓ સામે FIRમાં દેશદ્રોહ, હત્યા, હત્યાનો પ્રયાસ તથા કોમી તોફાન સહિત કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે

ઉમર ખાલિદને સમન પાઠવીને બોલાવવામાં આવ્યો હતો. આ બાજુ ઉમર  ખાલિદની ધરપકડ બાદ યુનાઈટેડ અગેન્સ્ટ હેટ ગ્રુપે નિવેદન બહાર પાડ્યું છે. તેણે કહ્યું છે કે 11 કલાકની પૂછપરછ બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની દિલ્હી હિંસા મામલે ષડયંત્રકાર તરીકે ધરપકડ કરી છે. 

જણાવી દઈએ, આ પહેલા 2016માં ઉમર ખાલિદ JNUમાં થયેલી કથિત દેશવિરોધી નારેબાજીથી ચર્ચામાં આવ્યો હતો. તે વખતે પણ તેની ધરપકડ થઈ હતી. તે જેએનયુના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કનૈયા કુમારની સાથે દેશદ્રોહના કેસના મુખ્ય આરોપીઓમાં પણ સામેલ છે. 

ખાલિદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવ્યા તે અગાઉ બે અલગ-અલગ સ્થળો પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ છે. આ ભાષણોને લઈ તેની બે તબક્કામાં પૂછપરછ કરવામાં આવી હતી. ખાલિદ પર ટ્રમ્પ યાત્રા સમયે પ્રજાને માર્ગો પર ઉતરી આવવા જે અપીલ કરવા આવી હતી તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે થયેલી અથડામણ બાદ 24 ફેબ્રુઆરીના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતાં. જેમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા હતાં. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતાં. 

 43 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર