પૂર્વ પત્ની ઉવાચઃ ઇમરાને કાશ્મીરનો સોદો કરી નાખ્યો..!

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ આખી દુનિયામાં કાગારોળ મચાવી રહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાનની તેમની જ પૂર્વ પત્ની રેહમ ખાને બરાબર ઝાટકણી કાઢી છે.

રહેમખાન એક પત્રકાર પણ છે.સોશ્યલ મીડિયા પર તેણે આપેલો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે.જેમાં રહેમ કહે છે કે, અમને પહેલેથી પાકિસ્તાનમાં શીખવાડાયુ હતુ કે, કાશ્મીર બનેગા પાકિસ્તાન પણ ઈમરાનખાને કાશ્મીરનો જ સોદો કરી દીધો છે.

મોદીએ તો એ જ કર્યુ છે જે તે કરવા માંગતા હતા.આ માટે જ તેમને જનાદેશ મળ્યો હતો પણ ઈમરાનખાન કશું કરી શક્યા નથી. ઈમરાન વારંવાર કહેતા હતા કે, કાશ્મીર પર મોદીના પ્લાનની જાણકારી હતી. જો તે ખરેખર જાણતા હતા તો કેમ કોઈ પગલા ના ભર્યા, સતત મોદી સાથે ફોન પર વાત કરવાની કોશિશ કેમ કરતા હતા.

રેહમખાન અને ઈમરાનનુ લગ્ન જીવન એક જ વર્ષ ટક્યુ હતુ.એ પછી સતત રેહમ ઈમરાનને ટાર્ગેટ બનાવતી રહી છે.જ્યારથી ઈમરાન પીએમ બન્યા છે ત્યારથી રેહમ ઈમરાનની આકરી ટીકાઓ પણ કરી રહી છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી