ગુજરાત યુનિવર્સિટી અને GTUની પરીક્ષાની તારીખોમાં ફેરફાર

હવે આ તારીખથી લેવાશે પરીક્ષા….

રાજ્યમાં દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી છે જેને પગલે યુનિવર્સિટીમાં દિવાળીનું વેકેશન 21 દિવસનું જાહેર થતા ગુજરાત યુનિવર્સિટી તેમજ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સહિતના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ પણ પાછળ ધકેલાઈ ગઈ છે પરિણામે વિદ્યાર્થીઓની પરિક્ષા હવે 16 નવેમ્બરના બદલે 23 નવેમ્બરથી શરૂ થશે. જેને કારણે વિદ્યાર્થીઓ એકદમ ખુશ છે.

નોંધનીય છે કે, વેકેશન જાહેર કર્યા બાદથી યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખો બદલાવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે કે રાજ્ય સરકારે કરેલી જાહેરાત બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. જેમા GTU અને ગુજરાત યુનિવર્સિટી સહિતની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પરીક્ષાની તારીખો બદલાઈ ગઈ છે.

23 નવેમ્બરથી યોજાશે પરીક્ષાઓ

આપને જણાવી દઈએ કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં દિવાળી બાદ તરત પરીક્ષા ગોઠવી દેવામાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. આ મામલે GTUના કુલપતિ નવીન શેઠ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 16 નવેમ્બરના બદલે 23 નવેમ્બરથી પરીક્ષઓ હવે શરૂ કરવામાં આવશે.

અગાઉ 16 નવેમ્બરે યોજાવાની હતી

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કુલપતી નવીન શેઠે એવું પણ કહ્યું છે કે દિવાળી વેકેશન 21 દિવસનું કરાયું છે. જેને લઈને મોટા ભાગની યુનિવર્સિટીમાં પરીક્ષા કાર્યક્રમ બદલાયો છે. આપને જણાવી દઈએ કે પહેલા GTUમાં 16 નવેમ્બરથી પરિક્ષા શરૂ થવાની હતી. જેમાં 3, 5. 7માં સેમિસ્ટરની પરીક્ષા શરૂ થવાની હતો જોકે હવે આ પરિક્ષા 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી