ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાની પેપર સ્ટાઈલ બદલાઈ

પરીક્ષામાં હવે હેતુલક્ષી પ્રશ્નો આટલા પૂછાશે…

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ઓસરી રહી છે અને દૈનિક કોરોનાના 30ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે જેના પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં ધોરણ 9, 10 11 અને 12માં પરીક્ષાને લઈને અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 સુધી 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી એટલે કે મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો (MCQ) પુછાશે.

રાજ્યના શિક્ષણમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ધોરણ 9, 10, 11 અને 12માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પુછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પુછાશે, જેને પરિણામે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદો થશે, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે એવો દાવો રાજ્યના શિક્ષણમંત્રીએ કર્યો છે.

હેતુલક્ષી પ્રશ્નો એટલે શું?
નોંધનીય છે કે પરીક્ષામાં જુદા જુદા માર્કસનાં પ્રશ્નો પૂછાતા હોય છે પરંતુ અમુક પ્રશ્નો માત્ર એક જ માર્કના હોય છે અને પ્રમાણમાં સહેલા હોય છે. આ પ્રકારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓ વધુ માર્ક લઈ શકે છે ત્યારે આગામી પરીક્ષામાં આવા પ્રશ્નોની સંખ્યા 30 ટકા રહેશે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી