કોંગ્રેસ ભારતીય સેનાનું ઘોર અપમાન કરી રહી છે મોદીની સિંહ ગર્જના

લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદી ઠેરઠેર ચૂંટણી રેલી કરી રહ્યા છે. સાથે સાથે તેઓ ટીવી પર ઇન્ટરવ્યૂ પણ આપી રહ્યા છે. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રામ મંદિર, ભ્રષ્ટ્રાચાર, કોંગ્રેસ, મહાગઠબંધન, તેમજ સેના સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

કોંગ્રેસના ઘોષણાપત્ર પર વડાપ્રધાને કહ્યું કે, “કોંગ્રેસે 60 કરતા વધારે વર્ષ સુધી દેશ પર સાશન કર્યું છે. તેમની પાસે અનુભવી નેતાઓ છે. તેઓ સરકારની નાનામાં નાની વાતોને સારી રીતે જાણે છે. તેમની પાસેથી પરિપક્વ મેનિફેસ્ટોની આશા હોવી સ્વાભાવિક હતું. પરંતુ કોંગ્રેસના મેનિફેસ્ટોએ નિરાશ કર્યા છે.

વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ઘોષણા પત્રમાં રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાત કરે છે તો બીજી તરફ સેનાનું ઘોર અપમાન કરે છે.

 94 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી