મોદી મંત્રીમંડળનું વિસ્તરણ: નવા 22 ચેહરાને કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા

જ્યોતિરાદિત્ય સિંધિયા મોદી કેબિનેટના નવા યુવા ચહેરો બની શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં આ સપ્તાહે વિસ્તરણ કરવામા આવી શકે છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી પ્રમાણે 7 જુલાઈથી 9 જુલાઈની વચ્ચે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ છે. બીજી બીજુ કેબિનેટમાં હાલમાં 28 મંત્રી પદ ખાલી છે જે પૈકી 17-22 સાંસદોને મંત્રી પદના શપથ અપાવવામાં આવી શકે છે.ગઠબંધનનો ભાગ રહેલા રાજકીય દળના નેતાઓ પણ મોદી કેબિનેટનો ભાગ બની શકે છે અને જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના નેતાઓ મંત્રી પદ માટે શપથ લઈ શકે છે.

એવુ માનવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે, તે રાજ્યોને ધ્યાનમા રાખીને મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. મોદી કેબિનેટમાં ઉત્તર પ્રદેશથી 3-4 મંત્રીને સામેલ કરવામા આવી શકે છે. અપના દળથી અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત ભાજપના સુશીલ મોદી, જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહ અને એલજેપીથી પશુપતિ પારસ કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે.

આ ઉપરાંત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને પણ કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે, તીરથ સિંહ રાવતે 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.

 56 ,  1