September 23, 2020
September 23, 2020

બિહાર : શ્યામ રજક RJDમાં જોડાયા, તેજસ્વી બોલ્યા – એસા કોઇ સગા નહીં, નીતિશ ને ઠગા નહીં..

 JDUમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતા શ્યામ રજક RJDમાં થયા સામેલ

વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. નીતીશ સરકારમાંથી હટાયેલા મંત્રી શ્યામ રજકે આરજેડી સામેલ થયા છે. તેઓ 11 વર્ષ બાદ RJDમાં સામેલ થયા છે. તેજસ્વી યાદવે તેમને આરજેડીની સદસ્યતા અપાવી.

શ્યામ રજકની વાપસી પર તેજસ્વી યાદવે કહ્યું કે અમે તેમની પાર્ટીમાં તેમનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અમને આનંદ છે કે શ્યામ રજક જી તેમના વાસ્તવિક ઘરે આવ્યા છે. તેજસ્વીએ વધુમાં કહ્યું કે, બિહારની સરકાર જે રીતે ચાલી રહી છે, તે જેડીયુ હોય કે ડબલ એન્જિન સરકાર, તે સ્પષ્ટ થઈ ગયું છે કે લોકોના પ્રતિનિધિઓનું મહત્વ ખોવાઈ ગયું છે. વધુમાં તંજ કસતા કહ્યું એવો કોઇ સગો નથી જમને નીતિશ કુમારે ઠગ્યા ન હોય..

નીતિશકુમારની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શ્યામ રજકને રવિવારે જેડીયુમાંથી હટાવી દેવાયા હતાં. ત્યારબાદથી અટકળો તેજ હતી કે શ્યામ રજક સોમવારે આરજેડીમાં સામેલ થશે. આ અગાઉ શ્યામ રજકે સોમવારે જ પોતાની વિધાનસભા સદસ્યતા છોડી હતી. 

મંત્રી પદેથી હટાવાયા બાદ શ્યામ રજકની સુરક્ષા પણ હટાવવામાં આવી. આ સાથે જ શ્યામ રજકે પોતે જ કહ્યું કે તેઓ જલદી સરકારી બંગલો છોડશે. આ અવસરે શ્યામ રજકે કહ્યું કે સૌથી પહેલા હું તેજસ્વી યાદવનો આભાર વ્યક્ત કરું છું. હું આજે મારા ઘરમાં વાપસી કરીને ભાવુક થઈ રહ્યો છું. અમે સામાજિક ન્યાયની લડાઈ માટે રાજકારણમાં આવ્યાં હતાં. અહીંથી ગયા બાદ તે બદલાઈ રહી હતી. મે દર વખતે કોશિશ કરી કે સામાજિક ન્યાયની લડાઈને ચાલુ રાખવામાં આવે. અમારા નેતા લાલુપ્રસાદ યાદવે જ અમને જણાવ્યું હતું કે સામાજિક ન્યાયની લડાઈ લડતા રહેવાનું છે. કારણ કે આ દેશમાં જે ગરીબ છે, પછાત છે, સવર્ણમાં પણ જે ગરીબ છે તેઓ આજે પોતાની જાતને લાચાર સમજી રહ્યાં છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. આજે પ્રકારે અપરાધ વધ્યા છે, તે ચિંતાજનક છે. કહલગામમાં દલિત સાથે 4 લોકોએ રેપ કર્યો પરંતુ તેના પર કોઈ કાર્યવાહી સુદ્ધા થઈ નથી.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર