September 20, 2021
September 20, 2021

SWIGGY, Zomato એપ પરથી ઓર્ડર કરવું થઈ જશે મોંઘુ…

ઓનલાઈન ભોજન મંગાવતા લોકોને લાગશે ઝાટકો…

ઓનલાઈન ફૂડ ડિલિવરી આવનાર દિવસોમાં મોંઘી થઈ શકે છે. GST કાઉન્સિલની બેઠકમાં તેના પર વિચાર કરવામાં આવશે. કમિટીના ફિટમેન્ટ પેનલની ફૂડ ડિલિવરી એપ્સને ઓછામાં ઓછા 5 ટકા જીએસટીનની લિમિટમાં રાખવાની ભલામણ કરવામાં આવી છે. એવામાં Swiggy, Zomato એપથી ભોજન મંગાવવું મોંઘુ થઈ શકે છે. શુક્રવારે જીએસટી કાઉન્સિંગ કમિટીની મીટિંગ થશે. મીટિંગના એજન્ડામાં તેના પર વાત થાય તેની પણ નોંધ છે.

શુક્રવારે જીએસટી કાઉન્સિંગની મીટિંગ લખનૌઉમાં થવાની છે. હાલ જે વ્યવસ્થા છે જેનાથી સરકારને ટેક્સમાં 2 હજાર કરોડ રૂપિયાના નુકસાનની વાત કહેવામાં આવી છે. જીએસટી કાઉન્સિંલની ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે. કે ફૂડ એગ્રીગેટરને ઈ-કોમર્સ ઓપરેટર મનવામાં આવે છે.

GST પરિષદની મીટિંગ 17 સપ્ટેમ્બરે થવાની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાની વાળી જીસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ શામેલ છે. પરિષદની બેઠક શુક્રવારે લખનઉમાં થવાની છે. જીએસટી પરિષદની આ પહેલાની બેઠક 12 જૂને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ હતી.

આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પર વિચાર થઈ રહ્યા છે. આ બેઠકમાં અન્ય વસ્તુઓ ઉપરાંત કોવિડ-19ના સંબંધિત જરૂરી સામાન પર ટેક્સ દરની સમીક્ષા થઈ શકે છે.

નાણામંત્રીલયે હાલમાં જ જણાવ્યું કે ઓગસ્ટમાં જીએસટી સંગ્રહ 1.12 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો હતો. એક વર્ષ પહેલા ઓગસ્ટ મહિનાના મુકાબલે તેમાં 30 ટકાથી વધારે વૃદ્ધિ નોંધવામાં આવી હતી.

 52 ,  1