પેગાસસ જાસૂસી કેસની તપાસ કરશે એક્સપર્ટ કમિટી : સુપ્રીમ કોર્ટ

પેગાસસ મામલે મોદી સરકારને ઝટકો

પેગાસસ જાસૂસી મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે. જેમાં કોર્ટ જણાવ્યું કે, પેગાસસ જાસૂસી મામલાની તપાસ એક્સપર્ટ કમિટી કરશે. તમને જણાવી દઇએ કે, કોર્ટમાં દાખલ કરેલી અરજીઓમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે આ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે જણાવ્યું કે, લોકોની વિવેકહીન જાસૂસી બિલકુલ મંજૂર નથી.

હવે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ આરવી રવિન્દ્રનની આગેવાનીમાં આ કમિટીનું ગઠન કર્યું છે. જસ્ટિસ રવિન્દ્રનની સાથે આલોક જોશી અને સંદીપ ઓબેરોય આ કમિટીનો હિસ્સો રહેશે. નિષ્ણાત કમિટીમાં સાઈબર સુરક્ષા, ફોરેંસિક એક્સપર્ટ, આઈટી સહિત નિષ્ણાતો જોડાયા છે. કોર્ટે જણાવ્યું કે, આ મામલામાં કેન્દ્ર સરકારનું કોઇ જ સ્પષ્ટ સ્ટેન્ડ ન હોતું. કોર્ટે એમ પણ જણાવ્યું કે, ગોપનીયતાના ઉલ્લંઘનની તપાસ થવી જોઈએ.

ખંડપીઠે બેન્ચે 13 સપ્ટેમ્બરે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખતા કહ્યું હતું કે તે માત્ર એ જાણવા માંગે છે કે કેન્દ્રએ નાગરિકોની કથિત જાસૂસી માટે પેગાસસ સોફ્ટવેરનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે કે નહીં.

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી