નયા ભારત..નયા ગુજરાત..નવી ટીમ..નવી થીમ- સ્ટાર્ટ..ગો…

નવી ટીમે અગ્નિપથ પર ચાલવાનું નથી પણ દોડવાનું છે..

ગુજરાત પ્રયોગ બીજે પણ લાગૂ થઇ શકે..

ન ભૂતો..હાં ભવિષ્યતિ….બીજે પણ એવુ થઇ શકે..

મોદીનો સાફ સંદેશો- પ્રજના કામ કરો કાં આરામ કરો…

પંજાવાળા હબક ખાઇ ગયા..-વિરોધ કોનો કરવો..!

(ખાસ અહેવાલ- દિનેશ રાજપૂત)

એક સમયે ગુજરાતમાં મહેસાણા રાજકિય લેબોરેટરી ગણાતી. હરિફ રાજકિય પક્ષો સાથે મળીને નવા નવા પ્રયોગો કરતાં. હવે આખી ગુજરાત આખા દેશ માટે એક રાજકિય લેબ બની ગયું એમ કહી શકાય. આજે જેમનો 71મો જન્મદિન છે એ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રબાઇ મોદીનો પોતાના પક્ષની સરકારોને સંદેશો સાફ છે- પ્રજાના કામ કરો કાં આરામ કરો…! ગુજરાતમાં આજે આખી રૂપાણી સરકાર ભૂતપૂર્વ બની ગઇ છે. સરદારધામના કાર્યક્રમ બાદ તેમને જ્યારે એકલાને બદલ્યા ત્યારે મનમાં વસવસો તો રહ્યો જ હશે પણ તેમની સરકારના તમામ મંત્રીઓના નામની આગળ પણ ભૂતપૂર્વ ટેગ લાગી ગયું એટલે હવે નહીં હોય..!

ગુજરાત અને ભારતના રાજકિય ઇતિહાસમાં ન ભૂતો.. હાં ભવિષ્યતિ…જેવો જે રાજકિય પ્રયોગ થયો છે કે ચૂંટણીઓ નજીક હોય ત્યારે આખી સરકાર જ બદલીને એન્ટી ઇનક્મ્બસી એટલે કે મોનોટોનસ શાસનથી કંટાળી ગયેલી પ્રજાને કંઇક નહીં, પણ આખે આખુ નવુ જ આપવુ અને ફરીથી ચૂંટણીમાં જિતવાનો આ પ્રયોગ ન ભૂતો અર્થાત ભૂતકાળમાં થયો નથી અને ન ભવિષ્યતિ અર્થાંત ભવિષ્યમાં નહીં થાય એમ કહેવાને બદલે હાં ભવિષ્યતિ… અર્થાંત ભવિષ્યમાં પણ થઇ શકે..એમ કહી શકાય.! કેમ કે આ એક શરૂઆત છે અને ભાજપના એવા મુખ્યમંત્રીઓને ઇશારો પણ નહીં સાફ સાફ સંદેશો છે કે પ્રજાની નજરોમાં ખરા ઉતરો નહીંતર ઉતર જાઓ…!

પૂર્વોત્તરના એક રાજ્યમા આખો વિરોધ પક્ષ સત્તાપક્ષમાં જોડાયાના તાજેતરમાં અહેવાલ હતા પણ એન્ટી ઇન્કમ્બસીને રોકવા મુખ્યમંત્રી સહિત આખુ મંત્રીમંડળ જ બદલી નાંખવાની હિંમત તો મોદીજી જ કરી શકે. અને તેઓ પ્રજાહિતમાં આવા નવા પ્રયોગો કરતાં આવ્યાં છે અને સફળ પણ થયા છે. ગુજરાતમાં જે નવો ઔતિહાસિક રાજકિય પ્રયોગ થયો તે પછી નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ નવા મંત્રીઓની જવાબદારી વધી જવાની છે અને પ્રજાની નજરમાં ખરા ઉતરવાનું છે જેથી વિધાનસભાની ચૂંટણીઓ પહેલી આવે કે સમયસર આવે તેમાં ટીમભૂપેન્દ્ર કે ટીમપટેલે કાઠુ કાઢવાનું છે અને પંજાનો 149 બેઠકોનો રેકોર્ડ તોડીને ફરીએકવાર ગુજરાત જીતીને નવી ગિલ્લી નવો દાવની જેમ નવી ઇંનિગ્સ રમવાની છે.

ગુજરાતમાં ભાજપ 25 વર્ષથી સત્તામા છે. દેખીતી રીતે લોકોમાં સરકારની કામગીરીને લઇને છૂપો કે જાહેર વિરોધના વાદળો સર્જાતા હોય છે. જે મતદાનના દિવસે વરસે છે અને રાજકિય ખામિયાજા ભૂગતના પડતા હૈ..ની જેમ બેઠકો ઘટી જાય તો એ નહીં પાલવે..એવો સંદેશો પણ મોદીજીએ નયા ભારતના…નયા ગુજરાતના..નવી સરકારની.. નવી ટીમને.. નવી થીમ.. સાથે નવુ કામ આપ્યું છે- યા હોમ કરીને પડો ફતેહ છે આગે…પ્રજા જાગે..પ્રજા માંગે…બીજી લહેરમાં પડી એવી મુશ્કેલી ના પડે એવુ કરજો…ખાસ તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ…કોરોનાની ત્રીજી લહેર આવે તો તબિયત બગડે છતાં હોસ્પિટલમાં દાખલ થવાને બદલે પ્રજાની વચ્ચે જજો અને હવે તો તમામ મંત્રીઓનું રસીકરણ થઇ જ ગયુ હશે એટલે ત્રીજી લહેરમાં સેવા માટે પ્રજાની વચ્ચે તો જઇ જ શકશે.

ગુજરાતમાં રાજકિય રીતે જે થયું તેનાથી પંજાધારી પાર્ટી પણ હબક ખાઇ ગઇ હશે. અને તેમને ખુશી એ પણ થઇ હશે કે રાતોરાત પંજો છોડીને સરકારમાં ગયેલા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને હકુભા જાડેજા પણ હવે નવી સરકારમાં નથી તો પંજાને ગમ એ પણ હશે કે તેમના સ્થાને ભાજપે કોંગ્રેસ છોડીને આવેલાઓમાંથી બ્રિજેશ મેરજા, રાઘવજી પટેલ અને જિતુભાઇ ચૌધરીનો સમાવેશ કર્યો છે. નવાઓનો સમાવેશ કરીને ઇશારો કર્યો છે- આવવુ હોય તો આવી શકો છો…મંત્રીપદ મળશે…વેલકમ કમલમ…! કોંગ્રેસમાં હતા ત્યારે ભાજપના એક નેતા માટે ચૂંકી વાર્તામાં નંદો…શબ્દનો પ્રયોગ કરનાર જવાહર ચાવડા નવા રાજકિય પ્રયોગમાં હવે પોતે જ નંદો બની ગયો એમ રાજીવ ગાંધી ભવનમાંથી અવાજ આવ્યો….!

સવાલ એ છે કે પડતા મૂકાયેલા તમામ મંત્રીઓ હવે શું કરશે..? જવાબમાં હાઇકમાન્ડ તરફથી કહી દેવામાં આવ્યું -સંગઠનને મજબૂત કરવાના કામમાં લાગી જાઓ…ફરી સત્તા મેળવવાની છે અને આ વખતે 160નો ટાર્ગેટ મેળવવાનો છે…સત્તાની ખુરશીમાં ઘણાં વર્ષ રહ્યાં હવે સંગઠનમાં સેવા કરીને ચૂંટણીના પરિણામના આધારે નવી સરકારમાં કામના આધરે પ્રવેશ આપવામાં આવશે…કન્ડીશન એપ્લાય…શરતો લાગૂ….

બીજો સવાલ એ પણ છે જેમને નવામાં ફરીથી સ્થાન મળ્યું નથી તેમને ફરીથી ટિકિટ મળશે કે કેમ..? કદાજ ન પણ મળે. અને મળે તો નવી સરકારમાં સ્થાન મળશે એની પણ કોઇ ગેરંટી નહીં…એટલે જેઓ પૂર્વ થઇ ગયા છે એ તમામે તમામ સંગઠનના કામમાં વહેલામાં વહેલી તકે લાગી જાય. કેમ કે ચૂંટણીઓ દૂર નથી. દિવાળીના સાલમુબારક પત્યા ન પત્યા અને ચૂંટણીઓનો દૌર શરૂ… જો ત્રીજી લહેર ન આવી તો….? આશા રાખીએ કે ચૂંટણીની જ લહેર આવે…બીજી કોઇ લહેર ન આવે…! હે કોરોના…ગુજરાત પર દયા રાખજે…! દયા હવે તારક મહેતા કા ઉલટા ચશ્મા..માં નથી એમ ગુજરાતમાં પણ કોરોના ના હોય તો ભયો ભયો..

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી