જિયોને ટક્કર આપશે એરટેલ, ફ્રીમાં મળી રહી છે આ સુવિધા

એરટેલે જિયોના જિયોફાઈને ટક્કર આપવા માટે ફ્રી હૉટસ્પૉટ ડિવાઈસ આપવાની જાહેરાત કરી છે. આ ડિવાઈસ દ્વારા હાઈસ્પીડ ડેટા ક્યાય પણ ચલાવીને અમૂક ડિવાઈસને તેનાથી જોડી શકાય છે. કંપનીએ કહ્યું કે જો કોઈ 6 મહિનાનો રેન્ટ એડવાન્સમાં આપી દે છે તો તેને આ ડિવાઈસ ફ્રીમાં આપવામાં આવશે.

કંપની પોતાના બે પ્લાન લઇને આવી છે. આ પ્લાનમાં ગ્રાહક કોઈ પણ રેન્ટલ પ્લાન પસંદ કરી શકે છે. એરટેલે ફ્રી હૉટસ્પૉટ ડિવાઈસ માટે બે પ્લાનમાં તક આપી છે. ગ્રાહક 399 રૂપિયાના પ્લાનને 6 મહિના માટે પસંદ કરે છે તો તેમને 2400 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. આવુ કરવાથી તેમને ડિવાઈસ માટે 999 રૂપિયા આપવા નહીં આપવા પડે.

આ જ રીતે 599 રૂપિયાના પ્લાનને 6 મહિના સુધી પસંદ કરવા માટે ગ્રાહકને 3600 રૂપિયા આપવા પડશે અને એરટેલ 4જી હૉટસ્પૉટ ડિવાઈસ ફ્રી મળશે.

 105 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી