Expo Dubai : કોરોનાકાળમાં વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ

ભારત હશે આકર્ષણનું કેન્દ્ર

દુબઈમાં આજથી એટલે કે 1 ઓક્ટોબરથી વર્લ્ડ એક્સપોનો પ્રારંભ થયો છે જેના પગલે 6 મહિના સુધી 192 દેશો તેમની તાકાત, ટેક્નોલોજી અને કલા સંસ્કૃતિ વિશ્વને બતાવશે. આ વર્ષે દુબઈ એક્સપોમાં ભારતની તાકાત પણ સમગ્ર વિશ્વ જોશે. કારણકે આ વખતે એક્સપોમાં સૌથી મોટું આકર્ષણ ભારતનું પેવેલિયન છે.

વિશ્વના બધા દેશો આ એક્સપોમાં ભારતની તાકાત જોશે. ભારત માંથી ટાટા ગ્રુપ, રિલાયંસ ગ્રુપ, વેદાંતા, HSBC જેવા નામચીન ગ્રુપની સાથે ઘણાબધા ગ્રુપ આ એકસપોમાં ભાગ લેવાના છે. આ વર્ષે દુબઈનો વર્લ્ડ એક્સપો કઈક અલગ રીતનો રહેવાનો છે.

આ વખતનો દુબઈ એક્સપો અલગ રહેવાનો

આપને જણાવી દઈએ કે આ વર્ષે મોટી કંપનીઓ અને ઉત્પાદકો સિવાય ટેક્નોલોજી અને ઈનોવેશનનો અદ્બુત સંગમ થવાનો છે. જેના કારણે આ વખતનો દુબઈ એક્સપો કઈક અલગ રીતનો રહેવાનો છે. આ એક્સપોમાં 192 દેશો ભેગ થશે, જેમા દરેક દેશ માટે અલગથી પેવેલિયનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બધા દેશોના પેવેલિયન તેમની વધતી તાકાત અને ક્ષમતાને વિશ્વને બતાવશે. આ પેવેલિયનો 438 હેક્ટર ક્ષેત્રમાં ફેલાયેલા છે. જેમા કુલ 600 જેટલા નવા બ્લોક બનાવામાં આવ્યા છે. આ બ્લોક હંમેશા ફરતા રહે તે રીતે બનાવામાં આવ્યા છે.

500 કરોડના ખર્ચે તૈયાર થયું પેવેલિયન

સાંભળીને તમને નવાઈ લાગસે કે પેવેલિયન બનાવામાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમા ભારતનું પેવેલિયન 11 અલગ અલગ થીમ પર બનાવામાં આવ્યું છે. જે ભારતની વધતી તાકાત તેમજ તેના રોકાણની સંભવનાઓ દેખાડશે. જેના કારણે સ્પેશ ટેક્નોલોજી, રોબોટિક્સ, સાયબર સિક્યોરિટી, હેલ્થકેયર, સ્ટૉર્ટઅપ્સ તેમજ મેક ઈન ઈન્ડિયામાં નિવેી સંભાવનાઓ બતાવશે.

કોરોનાને કારણે ગત વર્ષે એક્સપો સ્થગિત થયો હતો

ઉલ્લેખનીય છે કે દુબઈ એક્સપો 2020માં આયોજિત થવાનો હતો પરંતુ કોરોનાને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે આ એક્સપો 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ આ એક્સપોને દુબઈ એક્સપો 2020 જ નામ આપવામાં આવ્યું છે. આ ઈવેન્ટ 182 દિવસ સુધી ચાલશે જેમા જેમ 192 દેશો ભાગ લેવાના છે.

ઓલિમ્પિક પછી આ વિશ્વની સૌથી મોટો કાર્યક્રમ

એક્સ્પો 182 દિવસ સુધી ચાલશે
50 કરોડ લોકો આવવાની ધારણા
192 દેશોનો સમાવેશ
50 લાખ સ્વયંસેવકો
1100 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ
550 ટન મુખ્ય ગુંબજ સ્ટીલ
21 મીટર પ્રવેશ દ્વારની ઉંચાઈ
60 રોઝ લાઇવ ઇવેન્ટ
46000 સંસ્થાઓ શામેલ

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી