દેશમાંથી નિકાસમાં 2.44 ટકા વૃદ્ધિ સાથે વેપાર ખાધ $9.60 અબજ ઘટાડે પહોંચી

exports

ફેબ્રુઆરી માસમાં ડોલરના સપોર્ટથી ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો સાથે અન્ય એગ્રી કોમોડિટીની નિકાસમાં ઝડપી વૃદ્ધિ થતા દેશમાંથી નિકાસ વેપાર 2.44 ટકા વધી 26.67 અબજ ડોલર પહોંચ્યા છે. નિકાસ વૃદ્ધિ સાથે આયાત 5.4 ટકા ઘટવા સાથે વેપાર ખાધ પણ સંકળાઇ 9.60 અબજ ડોલર રહી છે. સોનાની આયાતમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

ફેબ્રુઆરી માં આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત 12.3 અબજ ડોલર રહ્યો હતો. ફેબ્રુઆરીમાં સૌથી વધુ સોનાની આયાત 11 ટકા ઘટીને 2.58 અબજ ડોલર રહી છે જે ગત નાણાકીય વર્ષમાં આ સમયમાં 2.89 અબજ ડોલર હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ફેબ્રુઆરીના સમયગાળામાં નિકાસ 8.85 ટકા વધીને 298.47 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 9.75 ટકા વધીને 464 અબજ ડોલર થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષના 11 માસ દરમિયાન વેપાર ખાધ અગાઉના વર્ષના 148.55 અબજ ડોલરથી વધીને 165.52 અબજ ડોલર થઈ છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ઝડપી સુધારો રહ્યો છે. 24 પૈસાના સુધારા સાથે 69.10 બંધ રહ્યો હતો.

દેશમાંથી થતી નિકાસ સતત વધી રહી છે. 2025 સુધીમાં 200 અબજ ડોલરની એન્જિનિયરીંગ નિકાસ માટે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઇઇપીસી ઇન્ડિયા-ડેલોઇટ વ્યૂહરચના પેપર દ્વારા સૂચવવામાં આવેલ અહેવાલને અનુસરે છે. ચેન્નાઇ ખાતે ચાલી રહેલા ઇન્ટરનેશનલ એન્જિનિયરિંગ સોર્સિંગ શો (આઇઇએસએસ) જણાવે છે કે જો ભારત સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત પ્રયત્નો કરવામાં આવે તો ભારત એન્જિનિયરિંગ નિકાસમાં 20 ગણો વધારો કરી શકે છે. કંડક્ટિવ ઇકોસિસ્ટમ, બ્રાન્ડિંગ અને સ્પર્ધાત્મક ભાવો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટેના મુખ્ય પરિબળો છે.

 67 ,  3