આશાબેનના નિધનને પ્રત્યે શોકાજંલિ વ્યક્ત કરતા ભરત પંડ્યા

ભાજપના ધારાસભ્યનું ટૂંકી બિમારી બાદ થયુ નિધન

મહેસાણા જિલ્લાના ઉંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલનું આજે નિધન થયું છે. અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશા પટેલે દુનિયાને અલવિદા કીધું છે. ધારાસભ્યના અચાનકના નિધનના પગલે તેમના પરિવાર અને ભાજપ-કોંગ્રેસ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડયાએ હ્દયપૂર્વક શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનાં અચાનક અવસાનથી “ભાજપે અને લોકોએ સેવા અને વિકાસ માટે જુજારુ એવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાં છે.” ભગવાન તેમનાં આત્માને શાંતિ આપે અને તેમનાં પરીવારને અને સહુને આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

નોંધનીય છે કે, આશા પટેલને ડેન્ગ્યુ થયા બાદ લીવર ડેમેજ થતા ધારાસભ્ય આશા પટેલની સ્થિતિ ગંભીર બનતા ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમ્યાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉમિયાધામના કાર્યક્રમ બાદ ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ખબર અંતર પૂછવા પહોચ્યા હતા.

ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું દુઃખદ નિધન પર રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, આ દુ:ખદ માહિતી સાંભલીને ખુબ દુઃખ થયું છે. ઈશ્વરને ગમ્યું તે ખરું.. છેલ્લે સ્પીકર તરીકે હું છત્તીસગઢ ગયો હતો, તેમાં આશાબેન પણ હતા. આશાબેન ખૂબ સ્પષ્ટ વક્તા અને અભ્યાસુ હતા. સ્વતંત્ર વિચારો પણ રજુ કરી શકતા હતા. મક્કમ ધારાસભ્ય ઓછા થયા, ત્યારે પ્રાર્થના કરું છું કે એમના આત્માને ભગવાન શાંતિ અર્પે..

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં, જેને કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયાં હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલાં ડૉ.આશાબેન પટેલ 19,500 મતની લીડથી વિજેતા બન્યાં હતાં. 2019ની પેટાચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપનાં ડૉ. આશાબેન પટેલનો 23,072 મતની લીડથી વિજય થયો હતો.

 25 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી