મોદી કેબીનેટમાં 12 કેન્દ્રીય પ્રધાનોની હકાલપટ્ટી

નવા મંત્રીઓ આવે પહેલા જૂના ઘરભેગા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવાના છે જોકે, કેબિનટે વિસ્તરણ પહેલા 12 કેન્દ્રીય પ્રધાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. મંત્રીમંડળમાં નવા નામો જોડાય તે પહેલા જુના નામોની વિદાઈ થઈ રહી છે.

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ, પ્રતાપ સારંગી, બાબુલ સુપ્રિયો, દેબોશ્રી ચૌધરી, સદાનંદ ગૌડા અને સંતોષ ગંગવાર રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ સ્વાસ્થય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રતનલાલ કટારિયાને પણ પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કેબિનેટમાંથી હટાવી દેવાયા
  • રાજ્યકક્ષાના મંત્રી સંજય ધોતરે પણ રાજીનામું આપી દીધું
  • શ્રમ મંત્રી ગંગવારે પણ આપ્યું રાજીનામું
  • સ્વાસ્થ્યમંત્રી ડો હર્ષવર્ધને પણ આપ્યું રાજીનામું
  • પ્રતાપચંદ્ર સારગીએ પણ આપ્યું રાજીનામું
  • હરિયાણાથી રતનલાલ કટારીયાએ પણ આપ્યું રાજીનામું
  • પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી હટાવી દેવાયા
  • સદાનંદ ગૌવડા પાસેથી પણ રાજીનામુ લઈ લેવાયું
  • બાબુલ સુપ્રિયોએ આપ્યું રાજીનામું

 30 ,  1