લોનધારકો માટે લોન રીસ્ટ્રકચરિંગની સ્કીમનો સમયગાળો લંબાવાયો

આરબીઆઇના ગવર્નરની ઓચિંતી જાહેરાત..

આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે આજે એકાએક સવારે યોજેલી પત્રકાર પરિષદમાં કેટલીક જાહેરાતો કરી હતી. તેના પર એક ઉડતી નજર…

વ્યક્તિગત લોન રીસ્ટ્ર્ર્કચરિંગ સ્કીમ ફરી ખુલશે

વ્યક્તિગત અને MSMEs લોન ધારકોને લોન રીસ્ટ્રકચરિંગની સ્કીમનો સમયગાળો લંબાવી આપવામાં આવ્યો બેંકો 25 કરોડની લોન રીસ્ટ્રકચર કરી શકશે

જોકે આ સુવિધા વન ટાઈમ રીસ્ટ્રકચરિંગ માટે જ હશે

અત્રે ઉલ્લેખનીય છે કે RBIએ અગાઉ રીસ્ટ્રકચરિંગ સ્કીમ 1.0 લોન્ચ કરી હતી

આ જ સ્કીમ હેઠળ લોન મોરેટોરિયમ 2 વર્ષ સુધી બેંકો લંબાવી આપી શકશે શરત : 31મી માર્ચ, 2021ના રોજ આ લોન સ્ટાન્ડર્ડ લોન હોવી જરૂરી

બેંકોને કોવિડ લોન બૂક બનવવા આદેશ

સ્મોલ ફાઈનાન્સ બેંકને પણ લોનમાં છૂટ :

SME અને MSMEsને 10 લાખની લોન આપી શકશે

31મી ઓક્ટોબર, 2021 સુધી આ લોન આપી શકાશે

સ્મોલ ફાઈનાન્સ બેંકને પણ લોનમાં છૂટ :

SME અને MSMEsને મહત્તમ 10 લાખની લોન આપી શકશે

લોન આપવા માટે 10,000 કરોડની ફાળવણી

31મી ઓક્ટોબર, 2021 સુધી આ લોન આપી શકાશે

500 કરોડ સુધીનું મૂલ્ય ધરાવનાર માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓને SFB આ લોન આપી શકશે

વેક્સિન ઉત્પાદકો, હોસ્પિટલ, લોજિસ્ટિકને પ્રાયોરિટી સેક્ટરમાં સમાવાશે

કોરોના સંલગ્ન તમામ સેક્ટરને બેંક સરળતાથી લોન આપી શકશે

લિક્વિડિટી સુધારવા માટે 50,000 કરોડના લોનની વિન્ડો ઓપન કરી

આ સિવાય બેંકો પોતાની સરપ્લસ લિક્વિડિટીમાંથી પણ લોન આપી શકશે

આ સુવિધા 3 વર્ષ સુધી લાગુ રહેશે

માર્ચ, 2022 સુધી આ સ્કીમ હેઠળ લોન લઈ શકાશે

ઈમરજન્સી હેલ્થ સેક્ટરને આ લોન આપશે

કોરોનાની બીજી લહેર ઘાતક છે પ્રથમ લહેર બાદ ઈકોનોમીમાં શાનદાર રિકવરી જોવા મળી રહી છે તમામ આર્થિક આંકડા અર્થતંત્રમાં મજબૂતી સૂચવી રહ્યાં છે GST, PMI, ટોલ કલેક્શન સહિતના આંકડા સકારાત્મક છે જોકે દેશમાં મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય મોંઘવારી દર ઉંચો છે RBI નજર તમામ આંકડા પર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે તેથી મોંઘવારી કાબૂમાં જ છે.

સમગ્ર ભારતને સંક્રમણની બીજી લહેરે ભરડામાં લીધી છે. અર્થવ્યવસ્થા ચોપટા થઈ રહી છે. કોરોનાની પ્રથમ તબક્કાની ક્રૂરતા બાદ ભારતીય ઈકોનોમીમાં રિકવરી જોવા મળી રહી હતી પરંતુ, માર્ચથી શરૂ થયેલ કોરોનાની બીજી લહેરે અનેક રાજ્યોમાં લોકડાઉનની ફરજ પાડી છે. કોરોનાની આર્થિક અસરને ઘટાડવા અને અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે સરકાર તરફથી આર્થિક સહાય અંગેની જાહેરાતની અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ, RBI ગવર્નરે બોલાવેલી તાકીદની અનિર્ધારિત પ્રેસ કોન્ફરન્સે સૌને ચોંકાવી દીધા છે.

 27 ,  2