નેપાળમાં પૂરથી થયું ભારે નુકસાન, ભૂસ્ખલનને કારણે 21ના મોત, 24 ગુમ

ઉત્તરાખંડમાં મેધ કહેરથી અત્યાર સુધીમાં 47ના અને કેરળમાં 27ના મોત

ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરે ખૂબ જ વિનાશ નોતર્યો છે. વરસાદથી અત્યારસુધીમાં રાજ્યમાં 47 લોકોનાં મૃત્યુ થયાં છે. બીજી બીજુ ભારતના પાડોશી દેશ નેપાળમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી ભારે નુકસાન થયું છે અને પુર અને ભુસ્ખલનની ઘટનાઓમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે જ્યારે 24 લોકો ગુમ થયા છે. નેપાળા ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના 19 જિલ્લા પુર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. તેમણે જણાવ્યું કે પુરના ચાલતા પ્રવાસ વીજળીનો સપ્લાય અને કૃષિ ઉપજી લરણીમાં ઘણી અસર પહોંચી છે.

ખરાબ હવામાનને કારણે ઉડાન અસરગ્રસ્ત

નેપાળમાં સતત વરસાજને કારણે સમસ્યા ઉભી થઈ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ ખરાબ વાતાવરણને કારણે ઉડાન ભરી શકતી નથી. એરપોર્ટ ઓફિસ અનુસાર મંગળવાકે સવાકે લુકલામાંથી ઉડાન ભરનારી મોટાભાગની ઉડાનોને રદ્દ કરી દીધી છે. વિરાટનગર અને જનકપુર એરપોર્ટ તમામ ખુલ્લા છે. ઝાપાના ભાદ્રપર એરપોર્ટ અને પોખરા એરપોર્ટ્સ પર તમામ ઉડાનો શરુ થઈ છે.

મંગળવારે કોઈ ફ્લાઈટ ઉડાન ન ભરી શકી. આ કારણે ફિલ્મ ઉંચાઈની શૂટિંગ કરવા ગયેલા બોલીવુડના કલાકારો શૂટિંગ વાળા લોકેશન પર ન પહોંચી શક્યા.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી