દહેગામઃ પન્નાના મુવાડાની પ્રાથમિક શાળાને લઇને ઉગ્રવિરોધ

દહેગામ તાલુકાની પન્નાના મુવાડાની પ્રાથમિક શાળા બંધ થવાની માહિતી જાણતા ગામના સરપંચ અને ગ્રામ જનોએ ઉગ્રવિરોધ નોધાયો હતો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની પન્નાના મુવાડાની પ્રાથમિક શાળા બંધ થવાની માહિતી ગામના સરપંચ માનસિંહ ચૌહાણ અને આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને આ પ્રાથમિક શાળા બંધ થવાની માહિતી મળતા આ ગામના યુવાનો મહિલાઓ અને ગ્રામજનો શાળામા આવીને ઉગ્રવિરોધ નોધાવી ભારે સુત્રોચ્ચાર સાથે કહેતા હતા કે સરકારનો આ નિર્ણય નહિ ચાલે નહી ચાલે તેવી રજુઆતો કરી હતી.

આ બાબતે સરકારે આદેશ કર્યો છે કે ૬૦૦ મીટરના અંતરમા બીજી પ્રાથમિક શાળા હશે તો તે શાળાને બંધ કરી દેવામા આવશે સરકારના આ નિર્ણયથી પન્નાના મુવાડાના ગ્રામજનોમા ભારે આક્રોસ વ્યાપી જવા પામ્યો છે આ શાળામાં ૧ થી ૫ વર્ગ ખંડો ચાલે છે અને પન્નાના મુવાડા ગામમાં કેટલાક વાલીઓ ખેતરમા પણ રહેતા હોય છે તો આ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ આ શાળા છોડીને બીજે અભ્યાસ કરવા જવાની ના પાડે છે અને જો આ શાળા બંધ થશે.તો મારા વિદ્યાર્થીઓનું શું? તેવી રજુઆત વાલીઓ કરી રહ્યા છે અને તેના અનુસંધાનમા આજે પન્નાના મુવાડા પ્રાથમિક શાળામાં ગ્રામજનો ભેગા મળીને ભારે સુત્રોચ્ચાર સાથે કહેતા હતા કે સરકારનો આ નિર્ણય નહિ ચાલે અને અમે આ શાળા બંધ થવા દહીશુ નહી અને જો સરકાર અમારી પ્રાથમિક શાળા બંધ કરશે તો અમે અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઉગ્રવિરોધ નોધાવીશુ તેવી રજુઆત કરતા જોવા મળતા હતા.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી