ફેસબૂકને ફટકાર્યો 520 કરોડનો જંગી દંડ

ઝુકરબર્ગના આ કામને કારણે UKએ Facebookને ફટકાર્યો દંડ

બ્રિટનના સ્પર્ધા નિયમન નિરીક્ષકે સોશિયલ મીડિયાની લોકપ્રિય એપ ફેસબૂકને 50.5 મિલિયન પાઉન્ડ એટલે કે, 520 કરોડ રુપિયોનો દંડ ફટકાર્યો છે. GIF પ્લેટફોર્મ Giphy ની ખરીદી બાદ તપાસ દરમિયાન નિયમનકારના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ફેસબુક પર આ દંડ લગાવવામાં આવ્યો છે. કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) એ આ બાબતે કહ્યું છે કે ફેસબુકે જાણી જોઈને આ કર્યું છે. તેના પર દંડ લાદવો અને તેને ચેતવણી આપવી ફરજિયાત છે, કારણ કે કોઈ પણ કંપની કાયદાથી ઉપર નથી.

નિયમનકારનું કહેવું છે કે ફેસબુક ગીફીના સંપાદન વિશે સંપૂર્ણ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં, ફેસબુક પણ તપાસ દરમિયાન ગીફીને તેના પ્લેટફોર્મ સાથે કામ કરવાની મંજૂરી આપવામાં નિષ્ફળ રહ્યું છે. નિયમનકારે કહ્યું છે કે ફેસબુકે ગીફીના હસ્તાંતરણ અંગે જરૂરી માહિતી આપી નથી, તેના વિશે વારંવાર ચેતવણી આપવા છતાં.

સીએમએના મર્જરના સિનિયર ડિરેક્ટર જોએલ બેમફોર્ડે જણાવ્યું હતું કે અમે ફેસબૂકને ચેતવણી આપી હતી કે અમને મહત્ત્વની માહિતી પૂરી પાડવાનો ઇન્કાર તે વાસ્તવમાં અમારા આદેશનો ભંગ છે, બે અલગ-અલગ કોર્ટમાં અપીલ હાર્યા પછી પણ ફેસબૂકે અમારા આદેશને માન્ય રાખ્યો ન હતો અને આમ તે કાયદાકીય જવાબદારીનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી. આ બાબત કોઈપણ કંપની પોતાને કાયદાથી પર માનતી હોય તેના માટે ચેતવણી સમાન છે.

રિપોર્ટ અનુસાર, ફેસબુક તેના રિ-બ્રાન્ડિંગની તૈયારી કરી રહ્યું છે. આગામી સપ્તાહે ફેસબુકના નવા નામની જાહેરાત થઈ શકે છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરે આયોજિત એક કાર્યક્રમમાં કંપનીના નવા નામની જાહેરાત કરી શકે છે. ફેસબુક એપ ઉપરાંત, કંપનીની અન્ય પ્રોડક્ટ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ વગેરેના નામો અંગે પણ મોટી જાહેરાત થઈ શકે છે, જોકે ફેસબુક દ્વારા આ રિપોર્ટ પર હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી