ફેક ન્યુઝ ફેલાવવા બદલ ફેસબુકે પાકિસ્તાન સામે કરી કડક કાર્યવાહી, એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ

સોશિયલ મીડિયા પર ભારત વિરૂદ્ધ જૂઠ-નફરત ફેલાવી રહ્યું છે પાકિસ્તાન..

પાકિસ્તાનમાં એવા તત્વો છે જેઓ ભારતમાં અશાંતિ ફેલાવવા સોશિયલ મીડિયાના સહારે ખોટી સૂચના અને ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે..ત્યારે આ અંગે ફેસબુકે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનથી સંચાલિક થતા આવા અકાઉન્ટને ફેસબુક પરથી હટાવી દીધા છે. ફેસબુકે પાકિસ્તાનથી સંચાલિત થતા અને ફેક ન્યુઝ ફેલાવી અરાજકતા સર્જતા 453 અકાઉન્ટ ફેસબુક પરથી હટાવ્યા છે.

હટાવવામાં આવેલા આ અકાઉન્ટનો મૂળ હેતુ ભારતમાં અશાંતિ પેદા કરવાનો હતો. ભારત વિરોધી ફેક ન્યુઝ ફેલાવી મોહાલ ખરાબ કરવાની મનશા હતી.આ તમામ એકાઉન્ટને હટાવી દેવાયા છે. જેમાં 130 પેજ, 107 ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને 78 ગ્રુપને દૂર કર્યા છે.

મહત્વનુ છે કે સુચના પ્રોદ્યોગીકી મંત્રી રવીશંકર પ્રસાદે ફેસબુક ઇન્ડીયા પ્રબંધનના વલણ અંગે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યાં છે. ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગને લખેલા પત્રમાં કેન્દ્રીય મંત્રીએ ફેસબુકને કહ્યું છે કે તે વિવિધ વિચારોના સારા પ્રતિનિધીત્વ માટે દેશ, સમુદાયના દિશા નિર્દેશ બનાવે. કેન્દ્રીય મંત્રીએ તેમના પત્રમાં 2019 સામાન્ય ચુટણીમાં ફેસબુકના વલણ ઉપર ગંભીર ચિંતા વ્યકત કરી છે.જે બાદ ફેસબુકે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર