હવે Facebook નવા નામથી ઓળખાશે!

જાણો CEO માર્ક ઝકરબર્ગ કેમ આવું કરી રહ્યા છે?

દેશ-વિદેશમાં લોકપ્રિય સોશિયલ મીડિયા કંપની ફેસબુક આગામી સપ્તાહે તેની કંપનીને નવા નામ સાથે રિબ્રાન્ડ કરવાની યોજના બનાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગ 28 ઓક્ટોબરે કંપનીના કનેક્ટ કોન્ફરન્સમાં નામ બદલવાની ચર્ચા કરી શકે છે. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિબ્રાન્ડિંગ અંગેના સમાચાર આના કરતા વહેલા આવી શકે છે.

ધ વર્જના અહેવાલ મુજબ માર્ક ઝુકરબર્ગ ફેસબુકના નવા નામની જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક એપ સિવાય, કંપનીની અન્ય પ્રોડક્ટ્સ જેમ કે Instagram, WhatsApp, Oculus વગેરેના નામો અંગે મોટી જાહેરાત થઈ શકે છે, જોકે ફેસબુક દ્વારા આ રિપોર્ટ પર હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી .

આ સપ્તાહની શરૂઆતમાં ફેસબુકે કહ્યું હતું કે તે હવે એક મેટાવર્સ(metaverse)કંપની બનવા જઈ રહી છે, જેના માટે તેણે 10,000 લોકોને નિયુક્ત કર્યા છે અને ભવિષ્યમાં અન્ય નિમણૂકો પણ થશે. મેટાવર્સમો મતલબ વર્ચ્યુઅલ વિશ્વનો છે જેમાં લોકો ભૌતિક રીતે હાજર ન હોય તો પણ અસ્તિત્વ ધરાવે છે. મેટાવર્સ શબ્દ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્મેન્ટેડ રિયાલિટી સમાન છે.

માત્ર ફેસબુક જ નહીં, પરંતુ વિશ્વની મોટી ટેક કંપનીઓ મેટાવર્સમાં રોકાણ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગ માને છે કે આવનારા સમયમાં લોકો ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે નહીં, પણ એક મેટાવર્સ કંપની તરીકે ઓળખશે.

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી