ફેસબુકની મહત્વની કાર્યવાહી, કોંગ્રેસના 687 પેજ હટાવ્યા

લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કાના મતદાનને હવે થોડા દિવસો જ બાકી છે. ચૂંટણી પ્રચાર પણ તેની ચરમસીમાએ છે. ત્યારે ફેસબુકે કોંગ્રેસ પાર્ટીને જોરદાર ઝાટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પ્રચારનું રીતસરનું ઘોડાપુર સર્જાયું છે. ફેસબુકે કોંગ્રેસના 687 પેજ પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. આ પેજમાં કોંગ્રેસના ગુજરાતી પેજ ‘કોગ્રેસની વિકાસગાથા’નો પણ સમાવેશ થાય છે.

સોમવારે સોશિયલ મીડિયા કંપનીએ કહ્યું કે, અપ્રમાણિક વ્યવહારના કારણે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે જોડાયેલા પેજને હટાવવામાં આવ્યા છે. ફેસબુકે આ પ્રમાણે કોઈ મુખ્ય વિપક્ષી પાર્ટીના પેજ હટાવવાનું કામ પહેલીવાર કર્યું છે. ફેસબુકે સ્પષ્ટ કર્યું છે કે, આ પેજ પર પ્રકાશિત કરવામાં આવેલી માહિતીની જગ્યાએ તેના અપ્રમાણિક વ્યવહારના કારણે આ પેજ હટાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં ફેસબુકના સૌથી વધારે 30 કરોડ યૂઝર્સ છે. ફેસબુકે જણાવ્યું કે ધ્યાનમાં આવ્યું હતું કે લોકોએ અનેક બનાવટી એકાઉન્ટ્સ બનાવ્યા અને જુદા-જુદા ગ્રુપ સાથે જોડાઈને સામગ્રી ફેલાવી અને લોકો વચ્ચે સંપર્ક વધારવાનું કામ કર્યું. આ બનાવટી પાનામાં લોકલ સમાચાર ઉપરાંત મુખ્ય વિરોધીએ પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ કહ્યું છે કે, તેમણે પાકિસ્તાની સેનાના જનસંપર્ક સાથે જોડાયેલા 103 પેજ પણ હટાવવાનો નિર્ણય કર્યો છે. તેનું સંચાલન પણ પાકિસ્તાનથી જ થતુ હતું. સમગ્ર દુનિયાની ઘણી ઓથોરિટીએ ફેસબુક પર રાજકીય લાભ માટે નકલી માહિતી ફેલાવતા એકાઉન્ટ્સ સામે એક્શન લેવાનું પ્રેશર કર્યું હતું.

 145 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી