Facebookનું હવેથી નવું નામ ‘Meta’,જાણો નામ બદલવાનું કારણ

શેરબજારમાં ટ્રેડીંગ પણ નવા નામથી થશે

ભારત સહિત વિશ્વભરમાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલી ‘મેટા’ (Meta) કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસથી રિપોર્ટ આવી રહી હતી કે ફેસબુક પોતાના એક નવા નામ સાથે રીબ્રાન્ડ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ફેસબુક ‘મેટાવર્સ’ બનાવવા પર ફોકસ રહેશે. જે મુળરુપથી એક ઓનલાઇન દુનિયા છે જ્યાં લોકો વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં ટ્રાન્સફર કરવા અને કમ્યુનિકેશન કરવા માટે અલગ-અલગ ટુલ્સનો ઉપયોગ કરી શકે છે. એને પૂરું કરવા માટે કંપનીએ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભરી ઈન્વેસ્ટ કર્યું છે.

ગુરુવારે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે એક મિટિંગ દરમિયાન ફેસબુકનુ નામ બદલવાનુ એલાન કર્યું છે. લાંબા સમયથી ફેસબુકનુ નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી, હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ફેસબુકનુ નામ મેટા કરી દેવાયું છે.

મહત્વનું છે facebook સામે પહેલેથી જ સિક્યુરિટીને લઈને ઘણી વખત આરોપ લાગી ચૂક્યા છે. આવામાં ફેસબુકે પોતાનું નામ બદલીને રીબ્રાન્ડિંગના સ્વરૂપે Metaverse કરીને કહ્યું છે કે આગામી સમયમાં નવા પ્લેટફોર્મ પર વધુ સિક્યુરિટી હશે. આ ઉપરાંત ફેસબુકે નવું નામ બદલીને દુનિયાને એક એવો મેસેજ આપ્યો છે કે ફેસબુક માત્ર એક સોશ્યલ મીડિયા સુધી સીમિત રહેવા માંગતું નથી. આ નવાં પ્લેટફોર્મમાં વધુ સેવાઓ અને ફીચર્સ હશે.

Facebook કે પોતાનું નામ તો બદલી નાખ્યું છે પરંતુ તેની સાથે એક મોટો વાયદો પણ કર્યો છે. ઝુકરબર્ગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે નવા મેટા વર્ષમાં ૧૦,૦૦૦ જેટલી નવી નોકરીઓની તકો ઉભી કરવામાં આવશે. આ તમામ લોકો નવા પ્લેટફોર્મ વધુ બહેતર બનાવવામાં કામ કરશે.

ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે કંપની માત્ર સોશિયલ મીડિયા કંપનીમાંથી “મેટાવર્સ કંપની” બનશે અને “એમ્બેડેડ ઈન્ટરનેટ” પર કામ કરશે. જે પહેલા વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાને જોડશે.

ફેસબુકના ભૂતપૂર્વ સિવિક ઈન્ટિગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તીએ કંપનીને ‘મેટા’ નામ સૂચવ્યું હતું. આ પહેલા ફેસબુકે 2005માં આવું જ કંઈક કર્યું હતું, જ્યારે તેણે તેનું નામ TheFacebook થી બદલીને Facebook કર્યું હતું. વિશ્વભરમાં 3 અબજથી વધુ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. તે જ સમયે ભારતમાં ફેસબુકનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા 41 કરોડ છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી