ખેડૂતોને સમજાવી ન શક્યા તે વાતવનું દુખ – નરેન્દ્ર સિંહ તોમર

કૃષિ કાયદા રદ થયા બાદ કૃષિમંત્રીએ આપ્યું મોટું નિવેદન 

કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કે અમે ખેડૂતોને આ કૃષિ કાયદાઓના ફાયદા ન સમજાવામાં સફળ ન રહ્યા તે વાતનું અમને દુ:ખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન આપતા ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા. જેને લઈને વિપક્ષ દ્વારા પહેલા નિવેદનો આપવામાં આવ્યા હતા. પરંતુ આ કૃષિ કાયદાઓ રદ થયા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કહેવામાં આવ્યું કે અમને એ વાતનું દુખ છે કે અમે નવા કાયદાઓના લાભ ખેડૂતોને સમજાવવામાં સફળ ન રહ્યા. 

વધુમાં તેમણે કહ્યું કે 2014માં મોદી સરકાર આવ્યા પછી તેમણે ખેડૂતો માટે સૌથી પહેલા વિચાર્યું છે. છેલ્લા 7 વર્ષોમાં ખેતીને લાભ થાય તેવી ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેથી જગતના તાતને ફાયદો થાય. 

નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે કૃષિ સુધારની દ્રષ્ટીએ આ ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે અમને એ વાતનું સૌથી વધારે દુખ છે. અમે અમુક ખેડૂતોને આ કાયદાઓના લાભ ન જણાવી શક્યા. સાથેજ તેમણે કહ્યું અમે ઘણી વખત ખેડૂતોને આ કૃષિ કાયદાના ફાયદાઓ સમજાવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ અમે તેમા સફળ ન રહ્યા.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી