રાજકોટમાં નકલી લેબોરેટરી ઝડપાઈ, ડિગ્રી વિના 6 માસથી લેબોરેટરી ચલાવતો

પોલીસે ટેસ્ટિંગ કીટ સહીત મશીન અને દવા જથ્થો કબ્જે કર્યો

રાજકોટમાં એક ડુપ્લિકેટ લેબોરેટરી ઝડપાય છે. રાજકોટ એસઓજી અને પેરોલ ફ્લો સ્કોડ દ્વારા આ ડુપ્લિકેટ લેબોરેટરી ઝડપવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ડુપ્લેકેટ લેબોરેટરી ચલાવતો સંચાલક ઝડપાયો છે.

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ખ્વાઝા ચોક ખાતે સ્પર્શ લેબોરેટરી ખાતે રેડ કરી તપાસ કરતા લેબોરેટરી ખાતે કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ વગર બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે ઇર્શાદ નકાણી નામના શખ્સની ધરપકડ કરી ટેસ્ટિંગ કીટ સહીત મશીન અને દવા જથ્થો કબ્જે કર્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી બીએસસી સુધી અભ્યાસ કર્યો હોવાનું અને પોતાની ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન હોવાથી છેલ્લા 6 માસથી લેબોરેટરી ખોલી બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આરોપી ઇર્શાદ દર્દી પાસેથી CBC અને CRP ટેસ્ટ માટે રૂપિયા 400 વસુલતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે IPC કલમ 419 તેમજ મેડિકલ પ્રેકટીશનર કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી